લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીયના 2026 ન્યૂ યર ઓનર્સ લિસ્ટમાં MBE (મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર)ની નવાજેશ કરાયેલા ડો. રિતન અશ્વિનભાઈ મેહતાને નવનાત વણિક એસોસિયેશન દ્વારા અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવ્યા છે. ડો. મેહતા હાલઈંગ્લેન્ડ લાયોનેસીસ માટે વિમેન્સ મેડિકલ એન્ડ ટીમ ડોક્ટરના વડા છે તેમજ છેક2014થી ધ ફૂટબોલ એસોસિયેશન સાથે સંકળાયેલા છે. તેઓ ઉચ્ચ સ્તરે એલીટ સ્પોર્ટ, હેલ્થકેર અને વિમેન્સ ફૂટબોલને નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે.
ડો. રિતન અશ્વિનભાઈ ઝવેરચંદ મેહતા અને દિનાબહેન અશ્વિન મેહતાના સુપુત્ર અને … તેમણે સારાહ સાથે લગ્ન કર્યા છે. તેઓ બે સંતાન, આયડેન અને સોફીના પિતા છે. અશ્વિનભાઈ અને દિનાબહેન હાલમાં સિંગાપોરસ્થિત બ્રિટિશ હાઈ કમિશનરપદે સેવારત નિકેશભાઈ મેહતા OBE ના ગર્વીલા માતાપિતા છે.
બંને પુત્રોએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ માત્ર મેહતા પરિવાર માટે જ નહિ, નવનાત વણિક એસોસિયેશન અને વ્યાપક ભારતીય કોમ્યુનિટી માટે ભારે ગૌરવની બાબત છે. તેમની સિદ્ધિઓ સમર્પણ, સેવા અને ઉત્કૃષ્ટતાનું પ્રદર્શન કરે છે તેમજ સહુના માટે પ્રેરણારૂપ છે તેમ નવનાત વણિક એસોસિયેશનના પ્રેસિડેન્ટ જસવંતરાય દોશીએ જણાવ્યું હતું.


