ડો. હસમુખ શાહ BEMને વિઝિટિંગ પ્રોફેસરશીપનું સન્માન

Wednesday 23rd June 2021 06:59 EDT
 
 

સાઉથ વેલ્સના અગ્રણી GP અને બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO),વેલ્સના સેક્રેટરી ડો. હસમુખ શાહ BEM ને પ્રાઈમરી કેર, મેડિકલ એજ્યુકેશન અને વેલ્સ અને રાષ્ટ્રીય સ્તરે લીડરશીપ બદલ યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સ, યુકે દ્વારા વિઝિટિંગ પ્રોફેસરશીપનું સન્માન પ્રાપ્ત થયું છે.
૨૦૧૮ના જૂનમાં ડો. શાહને ક્વિનના બર્થ ડે ઓનર્સ લિસ્ટમાં ક્વિન તરફથી બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM) પ્રાપ્ત થયો હતો.  
સપ્ટેમ્બર ૨૦૧૮માં ડો. શાહને એશિયન વોઈસ તરફથી લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. NHSને આપેલી લાંબા સમયની સેવા બદલ તત્કાલીન વડા પ્રધાન થેરેસા મેના હસ્તે ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે તેમને  NHS 70 બેજ અપાયો હતો.
ડો. શાહને એપ્રિલ ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ સુધી ફર્સ્ટ મિનિસ્ટરના BAME કોવિડ – ૧૯ એડવાઈઝરી ગ્રૂપ અને રીસ્ક એસેસમેન્ટ સબગ્રૂપમાં જોડાવા માટે વેલ્શ ગવર્નમેન્ટ દ્વારા આમંત્રણ અપાયું હતું.
ડો. શાહે ઓલ વેલ્સ કોવિડ – ૧૯ રીસ્ક એસેસમેન્ટ ટૂલ અને રેસ ઈક્વાલિટી એક્શન પ્લાનની રચનામાં પોતાના અન્ય સાથી ઓ સાથે મળીને વેલ્શ ગવર્નમેન્ટને લીડરશિપ અને સપોર્ટ પૂરા પાડ્યા હતા.  
તેમણે ઘણાં કોવિડ વેક્સિન વેબીનારનું આયોજન કર્યું હતું અને તેમાં ભાગ લીધો હતો. BAME  કોમ્યુનિટીઝમાં વેક્સિન લેવાનું પ્રમાણ વધારવાના હેતુસર વેલ્શ ગવર્નમેન્ટના વીડિયોમાં પણ તેમણે ભાગ લીધો હતો.
તેઓ સનાતન ધર્મ મંડળ અને કોમ્યુનિટી સેન્ટર, કાર્ડિફ, વેલ ફોર આફ્રિકા, કેલોન હાર્ટ્સ તથા રેસ કાઉન્સિલ સીમ્રુ ચેરિટીઝના ટ્રસ્ટી છે. તેઓ મેગાફોકસ ગ્રૂપના ચેર છે.  
૨૦૧૭માં ડો. શાહને યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સ, યુકે દ્વારા વિઝિટિંગ ફેલોશીપનું સન્માન પ્રાપ્ત થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter