ડોક્ટર પતિને રિમોટ કંટ્રોલનો ઝઘડો પોલીસ કસ્ટડીમાં લઈ ગયો

Wednesday 18th September 2019 06:07 EDT
 
 

લંડનઃ ગ્લાસગોની ક્વિન એલિઝાબેથ હોસ્પિટલમાં ક્લિનિકલ જેનેટિક્સના સ્પેશિયાલિસ્ટ અને શરાબી ડોક્ટર રોબર્ટ બેલેન્ટીને ટીવીનું રિમોટ કન્ટ્રોલ મેળવવા પત્ની સાથે શરૂ કરેલા ઝઘડાનો અંત તેમને પોલીસ કસ્ટડીમાં આખી રાત વીતાવવા સાથે આવ્યો હોવાની મેડિકલ ટ્રિબ્યુનલ સમક્ષ રજૂઆત કરાઈ હતી. ડિવોર્સ પ્રક્રિયા પૂરી થવાની પ્રતિક્ષામાં એક જ મકાનમાં સાથે રહેતા ૫૧ વર્ષીય પતિ બેલેન્ટીનની આ ઝઘડા બાદ ધરપકડ થઈ હતી.

ડોક્ટરે પત્નીને કહ્યું હતું કે તે ટીવી જોઈ શકશે નહિ જેથી, પત્નીએ અકળાઈને રિમોટ મકાનના મુખ્ય દરવાજા પાસે ફેંકી દીધું હતું. ભૂતપૂર્વ નર્સ અને અલગ થયેલી પત્ની લેનેટ બેલેન્ટીને મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલ સર્વિસને જણાવ્યું હતું કે તેના પતિએ તેને માર માર્યો હતો અને મકાનના પગથિયા પરથી નીચે પાડી દેવાનો પ્રયાસ કર્યો હતો. ક્લિનિકલ જેનેટિક્સના સ્પેશિયાલિસ્ટ ડો. બેલેન્ટીને તેનું ગળું પકડી લીધું હતું અને અપશબ્દો કહ્યા હતા.

નવેમ્બર ૨૦૧૬માં વિશ્વાસઘાતના આક્ષેપો બાદ બન્ને છૂટા થયા હતા અને તેમની મિલકતને સરખા હિસ્સે વહેંચવા સંમત થયા હતા. આ પછી લેનેટે દલીલ કરી હતી કે પતિએ વિશ્વાસઘાત કર્યો હોવાથી મકાન તેને જ મળવું જોઈએ. પતિએ તેની હિલચાલ પર નજર રાખવા માટે ઘરમાં છૂપા કેમેરા સહિતના સાધનો ગોઠવ્યા હોવાનું તેણે માન્ચેસ્ટરની ટ્રિબ્યુનલને જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter