લંડનઃ પોતાની ફરજનો સમય પૂરો થયા બાદ ૧૭ વર્ષીય તરૂણીને કારમાં ઉઠાવી જઈને તેના પર જાતીય હુમલો કરવા બદલ ૪૧ વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ મજુદ હુસૈનને સાત વર્ષની કેદની સજા થઈ હતી. હુસૈન CID માં ફાયરઆર્મ્સ ઓફિસર છે અને ઘરેલુ હિંસાના પીડિતો માટે ફરજ બજાવે છે.
ગયા વર્ષે ૧૬ જુલાઈએ તરૂણીની ૧૪ વર્ષીય મિત્રને મેકડોનાલ્ડ લઈ જઈને જબરજસ્તીથી તેની છેડતીનો પ્રયાસ કર્યો હતો. તેણે તરૂણીઓને પોતે ફાયરફાઈટર હોવાનું જણાવ્યું હતું. DET ચીફ ઈન્સ્પેક્ટર કેવ બ્રોડહેડે જણાવ્યું હતું કે તેણે ભરોસાપાત્ર વ્યક્તિ બનવું જોઈતું હતું.

