ગુજરાતના જાણીતા વક્તા, કાર્યક્રમ સંચાલક, TOP FMના રેડિયો જોકી અને કોલમિસ્ટ શ્રી તુષાર જોષી એમના પત્ની મનીષા જોષી સાથે હાલ બ્રિટનના પ્રવાસે છે. ‘ગુજરાત સમાચાર’માં દર સપ્તાહે પ્રકાશિત થતી ખૂબ જ લોકપ્રિય કોલમ ‘અજવાળું અજવાળું’ના લેખક શ્રી તુષારભાઇ એન્કર તરીકે પણ આગવી નામના ધરાવે છે. તેઓ જાણીતા કથાકારો પૂ. મોરારિબાપુ,
પૂ. રમેશભાઇ ઓઝા ‘ભાઇશ્રી’, પૂ. ભૂપેન્દ્રભાઇ પંડ્યા વગેરેની દેશવિદેશમાં યોજાયેલી કથાઓમાં સૂત્રધાર તરીકે સુપેરે જવાબદારી સંભાળી ચૂક્યા છે. શ્રી તુષારભાઇ વિશ્વના વિવિધ દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે, અને આ વખતે તેમની બ્રિટનની 31મી મુલાકાત છે. ભત્રીજાના લગ્નપ્રસંગે હાજરી આપવા આવેલા દંપતી હાલ સામાજિક–ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપીને તેમજ બ્રિટનના પ્રવાસન સ્થળોની મુલાકાતમાં સમય વિતાવીને પ્રસન્નતા અનુભવી રહ્યા છે. શ્રી તુષારભાઇના બ્રિટનરોકાણ અંગેની વધુ વિગત માટે સંપર્ક (ફોનઃ) 07404 406989


