લંડનઃ મધ્યસત્ર ચૂંટણીમાં ભારે બહુમતી મળવાના બદલે લઘુમતીમાં આવી જવાથી નબળાં પડી ગયેલાં કન્ઝર્વેટિવ પાર્ટીના વડા પ્રધાન થેરેસા મેએ સત્તા માટે સમાધાન સાધવાનું પસંદ કર્યું છે. તેમને હંગ પાર્લામેન્ટમાં લઘુમતી સરકાર રચવાની ફરજ પડી છે અને નબળાં પરિણામોના લીધે પક્ષમાં તેમની નેતાગીરી સામે લગભગ બળવા જેવી પરિસ્થિતિનો અંત લાવવા મુખ્ય પાંચ કેબિનેટ મિનિસ્ટરને યથાવત રાખ્યા છે. આ સાથે રીમેઈનર્સ છાવણીના સભ્યોને પણ સ્થાન આપ્યું છે. વડા પ્રધાને તેમના ગાઢ સાથી ડેમિયન ગ્રીનને ફર્સ્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે નિયુક્ત કર્યા છે. આ હોદ્દો નાયબ વડા પ્રધાનની સમકક્ષ મનાય છે. ફિલિપ હેમન્ડ (ચાન્સેલર), બોરિસ જ્હોન્સન (ફોરેન સેક્રેટરી), અમ્બર રડ (હોમ સેક્રેટરી), ડેવિડ ડેવિસ (બ્રેક્ઝિટ સેક્રેટરી) અને માઈકલ ફેલોન (ડિફેન્સ સેક્રેટરી)ના હોદ્દા જાળવી રખાયા છે.
આ ઉપરાંત, પ્રીતિ પટેલ, ગ્રેગ ક્લાર્ક, લીઆમ ફોક્સ, જેરેમી હન્ટ, સાજિદ જાવિદ અને જસ્ટિન ગ્રીનિંગને પણ હોદ્દા પર રખાયાં છે. એક આશ્ચર્ય તરીકે માઈકલ ગોવને પણ એન્વિરોનમેન્ટ સેક્રેટરી તરીકે કેબિનેટમાં સામેલ કરાયા છે. જસ્ટિસ સેક્રેટરી એલિઝાબેથ ટ્રસને ચીફ સેક્રેટરી ટુ ટ્રેઝરી બનાવાયાં છે, જે કેબિનેટ હોદ્દો નથી. થેરેસા મેએ સરકારને જાળવવા કોમન્સમાં ૧૦ સાંસદ ધરાવતી ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી (DUP )નો ટેકો મેળવવાની ફરજ પડી છે.
(ક્રમ) નામ હોદ્દો
(૧). થેરેસા મે વડા પ્રધાન
(૨). ડેમિયન ગ્રીન ફર્સ્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ
(૩). ફિલિપ હેમન્ડ ચાન્સેલર
(૪). બોરિસ જ્હોન્સન ફોરેન સેક્રેટરી
(૫). અમ્બર રડ હોમ સેક્રેટરી
(૬). ડેવિડ ડેવિસ બ્રેક્ઝિટ સેક્રેટરી
(૭). માઈકલ ફેલોન ડિફેન્સ સેક્રેટરી
(૮). પ્રીતિ પટેલ ઈન્ટરનેશનલ ડેલવપમેન્ટ સેક્રેટરી
(૯). ગ્રેગ ક્લાર્ક બિઝનેસ સેક્રેટરી
(૧૦). લીઆમ ફોક્સ ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી
(૧૧). જેરેમી હન્ટ હેલ્થ સેક્રેટરી
(૧૨). સાજિદ જાવિદ કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ સેક્રેટરી
(૧૩). જસ્ટિન ગ્રીનિંગ એજ્યુકેશન સેક્રેટરી
(૧૪). માઈકલ ગોવ એન્વિરોનમેન્ટ સેક્રેટરી
(૧૫). ડેવિડ લિડિંગ્ટન જસ્ટિસ સેક્રેટરી
(૧૬). ડેવિડ ગૌક વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી
(૧૭). ક્રિસ ગ્રેલિંગ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી
(૧૮). કારેન બ્રેડલી કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ્સ સેક્રેટરી
(૧૯). પેટ્રિક મેક્લોઘલિન કન્ઝર્વેટિવ પાર્ટી ચેરમેન
(૨૦). જેમ્સ બ્રોકેનશાયર નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરી
(૨૧). એલન કેઈર્ન્સ વેલ્સ સેક્રેટરી
(૨૨). ડેવિડ મુન્ડેલ સ્કોટલેન્ડ સેક્રેટરી
(૨૩). ગેવિન વિલિયમસન ચીફ વ્હીપ
(૨૪). જેરેમી રાઈટ એટર્ની જનરલ
(૨૫). બેરોનેસ ઈવાન્સ લીડર ઓફ ધ હાઉસ ઓફ લોર્ડ્સ
(૨૬). એન્ડ્રેઆ લીડસોમ લીડર ઓફ ધ હાઉસ ઓફ કોમન્સ
(૨૭). બ્રેન્ડન લેવિસ હોમ ઓફિસ મિનિસ્ટર
(૨૮). એલિઝાબેથ ટ્રસ ફ સેક્રેટરી ટુ ટ્રેઝરી


