થેરેસા મે જીતશેઃ ટોની બ્લેરની આગાહી

Monday 01st May 2017 08:42 EDT
 
 

લંડનઃ પૂર્વ લેબર વડા પ્રધાન ટોની બ્લેરે આગાહી કરી છે કે આગામી ચૂંટણીમાં થેરેસા મેના વિજયની શક્યતા વધુ છે. તેમણે પોતાના જ પક્ષના નેતા જેરેમી કોર્બીન વિશે કશું કહેવાનું ટાળ્યું હતું. તેમણે સ્વીકાર્યું હતું કે આઠ જૂનની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટી ભારે રકાસ તરફ આગળ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે તાજા પોલ અનુસાર કન્ઝર્વેટિવ પાર્ટી તેની સ્પર્ધક લેબર પાર્ટી સામે ૧૬ પોઈન્ટની સરસાઈ ધરાવે છે.

કન્ઝર્વેટિવ પાર્ટીના થેરેસા મેને ચૂંટણીમાં જીતવાનું સમર્થન આપતા પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરે તેમના નેતા દેશનું નેતૃત્વ કરવા સક્ષમ હોવાના પ્રશ્નનો ઉત્તર આપવાનું નકાર્યું હતું. સ્કાય ન્યૂઝ સાથેની વાતચીતમાં બ્લેરે કહ્યું હતું કે જો બધા પોલ્સ સાચા હોય તો નવમી જૂને વડા પ્રધાન કોણ થશે તે આપણે જાણીએ છીએ. તેમણે કહ્યું હતું કે આ ચૂંટણીનો સાચો મુદ્દો આ નથી. બ્રેક્ઝિટ, હેલ્થ સર્વિસ અને એજ્યુકેશન સહિતના મુદ્દે તેમના દાવા મુજબ જનમત મળશે તે અંગેનો મુદ્દો છે. તેમની સામે મજબૂત વિપક્ષની પણ જરુર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter