દરેકને મફત સારસંભાળ આપવા ચેરિટીની માગણી

ચારમાં એકથી પણ ઓછાં મકાનમાલિક પોતાની ભવિષ્યની સારસંભાળના ખર્ચ માટે બચત કરતા હોય છે

Wednesday 01st May 2019 03:36 EDT
 
 

લંડનઃ ચેરિટી ‘ઈન્ડિપેન્ડન્ટ એજ’ના રિપોર્ટમાં સરકાર દરેકને મફત અંગત સારસંભાળ પૂરી પાડે તેવી માગણી કરવામાં આવી છે. આવી મફત સંભાળ રેસિડેન્સિયલ કેર હોમ્સમાં રહેતા લોકોના ખર્ચમાં એક તૃતીઆંશથી વધુનો ઘટાડો કરશે. અભ્યાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે પાછલી જિંદગીમાં સારસંભાળનો ખર્ચ ચુકવવા પાછળ મકાન ગુમાવવું પડશે તેવી અડધોઅડધ લોકોને જાણ હોવાં છતાં, ચારમાં એકથી પણ ઓછાં મકાનમાલિક પોતાની ભવિષ્યની સારસંભાળના ખર્ચ માટે બચત કરતા હોય છે.

‘ઈન્ડિપેન્ડન્ટ એજ’ ચેરિટીએ કરાવેલા સર્વેમાં જણાયું છે કે દેશમાં હાલ રેસિડેન્શિયલ કેરમાં રહેતા ૪૨૧,૦૦૦ વૃદ્ધોના એક તૃતીઆંશથી વધુ એટલે કે ૧૪૩,૦૦૦ વૃદ્ધોએ પોતાની સારસંભાળ માટે ૧૦૦,૦૦૦ પાઉન્ડ કે તેથી વધુ ગંજાવર રકમનાં ખર્ચનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. સરકારે વૃદ્ધોએ આવી મોટી રકમ ચુકવવી ન પડે તે માટે મર્યાદા બાંધવા પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, Grant Thornton UK LLP ના અભ્યાસ મુજબ કેર હોમ્સમાં બહુમતી વૃદ્ધો માટે આ મર્યાદા સફળ રહેશે નહિ. આથી, ચેરિટીએ તમામ માટે મફત અંગત સંભાળની હિમાયત કરી છે.

મફત અંગત સંભાળ ઘરમાં જ સંભાળ મેળવનારા લોકો માટે ખર્ચા નાબૂદ કરશે. જેઓ રેસિડેન્શિયલ કેરમાં રહે તેમના માટે ખર્ચામાં એક તૃતીઆંશથી વધુનો ઘટાડો થશે. તેઓએ રહેવા-જમવા અને પથારી સહિત બિનસંભાળ ખર્ચ જ ચુકવવાના થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter