દસ વર્ષના બાળકે piની ૨૨૦મી સંખ્યા સુધી ઉચ્ચારણ કર્યું

Wednesday 20th March 2019 02:58 EDT
 
 

 લંડનઃ દસ વર્ષનો ચાર્લી થોમસ સ્કૂલ એસેમ્બલીમાં પાઈની ૨૨૦મી સંખ્યા સુધી ઉચ્ચારણ કરીને તેમ કરનાર સૌથી નાનો બ્રિટિશર બન્યો હતો. ગ્લોકસના સ્ટોનહાઉસની વેઈક્લિફ પ્રિપરેટરી સ્કૂલમાં અભ્યાસ કરતા ચાર્લીએ એક અઠવાડિયા સુધી રિહર્સલ કરીને પાઈ ડેએ એટલે કે ૧૪મી માર્ચે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

પાઈની ગણતરી વર્તુળના પરિઘને તેના વ્યાસથી ભાગીને કરવામાં આવે છે. તેની પહેલી સંખ્યા ૩.૧૪ છે જે ખૂબ જાણીતી છે. પરંતુ, પાઈ અનંત છે અને તેની કોઈ પ્રસ્થાપિત પેટર્ન ન હોવાથી તેની સિક્વન્સને વિસ્તારવાનું ખૂબ મુશ્કેલ છે. પાઈની સંખ્યાનો ઉપયોગ એન્જિનિયરિંગ, ફિઝિક્સ, સુપરકમ્પ્યુટિંગ અને અંતરિક્ષ સંશોધનમાં થાય છે કારણ કે તેના મૂલ્યનો ઉપયોગ તરંગો, વર્તુળો અને નળાકારની ગણતરી માટે થઈ શકે છે.

પાઈની સૌથી વધુ સંખ્યાનું ઉચ્ચારણ કરવાનો વિક્રમ ભારતના સુરેશ કુમાર શર્માના નામે છે. ૨૦૧૫માં તેઓ ૨૦ વર્ષના હતા ત્યારે પાઈ દિવસે તેમણે પાઈની ૭૦,૦૩૦ સંખ્યા સુધીનું ઉચ્ચારણ કર્યું હતું. પાઈની વર્લ્ડ રેંકિંગ લિસ્ટની વેબસાઈટ મુજબ ચાર્લી ૪૫૧મા ક્રમે છે. પાઈ ડે ૧૪ માર્ચના દિવસે યોજાય છે કારણ કે અમેરિકામાં તે તારીખ 3/14 તરીકે વંચાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter