લંડનઃ વધતી જતી વસતિ અને પરિવારમાં વિખવાદો અંગેના ભયને લીધે પોતાની બીમારીના સંજોગોમાં નાણાંકીય વ્યવહારનો હવાલો મિત્રો અથવા પરિવારના સભ્યોને સોંપતા લોકોની સંખ્યામાં ખાસ્સો વધારો નોંધાયો હતો.
ગયા એપ્રિલ સુધીના સમયગાળામાં ડોનરની માનસિક ક્ષમતા ન હોય ત્યારે તેમની આર્થિક બાબતોનું સંચાલન કરી શકે તે માટે મિત્ર અથવા પરિવારના સભ્યને લાસ્ટીંગ પાવર ઓફ એટર્ની(LPA) મંજૂર કરવા બાબતે ઓફિસ ઓફ ધ પબ્લિક ગાર્ડિયન (OPG) સમક્ષ ૭૫૯,૯૭૬ અરજી આવી હતી. દસ વર્ષ અગાઉ આ બાબત માટે ૫૨,૪૯૨ અરજી આવી હતી.


