આ વર્ષે 24 ઓક્ટોબરે દિવાળી છે અને બીજા જ દિવસે 25 ઓક્ટોબરે ખંડગ્રાસ સૂર્યગ્રહણ હોવાથી આ દિવસ પડતર દિવસ ગણાશે. આથી બેસતું વર્ષ 26 ઓક્ટોબર - બુધવારે મનાવાશે. આ ખંડગ્રાસ સૂર્યગ્રહણ વિક્રમ સંવત 2078નું છેલ્લું અને વર્ષના છેલ્લા દિવસે થનારું ગ્રહણ હશે. સૂર્યગ્રહણના કારણે આ વર્ષે દિવાળીના બીજા દિવસે મંદિરોમાં અન્નકૂટ, ગોવર્ધન પૂજા સહિત કોઈ પણ ઉત્સવ નહીં યોજાય.
18 ઓક્ટોબર - આસો વદ 8
પુષ્યનક્ષત્ર યોગ
નવા ચોપડા, ઘરેણાંની ખરીદી માટે ઉત્તમ દિવસ છે. ચલ ચોઘડિયું સવારે 09.39થી 11.05 અને લાભ ચોઘડિયું 11.05થી 11.59.
22 ઓક્ટોબર - આસો વદ 12ના દ્વાદશી બારસ સાંજે 06.03 કલાક સુધી રહેશે. ત્યારબાદ ધનતેરસનો પ્રારંભ થશે.
22 ઓક્ટોબર - આસો વદ 13 ધનતેરસ
ધન તેરસ પર્વે ધનનું પૂજન કરવાનાં મુહૂર્ત
સાંજે (લાભ) 06.15થી 07.49
રાત્રે (શુભ) 09.23થી 10.57
રાત્રે (અમૃત) 10.57થી 12.31
રાત્રે (ચલ) 12.31થી 02.05
23 ઓક્ટોબર - કાળી ચૌદસ (સાંજે 6.05 વાગ્યાથી)
કાળી ચૌદસને રૂપ નરક ચતુર્દર્શી પણ કહેવાય છે. આ દિવસે હનુમાનજીની પૂજા, દીપદાન, બટુકભૈરવ, નૈવેદ્ય ધરાવવાની સાથે કાળ ભૈરવની પૂજા કરવાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે.
24 ઓક્ટોબર - આસો વદ અમાસ - દીપાવલી પર્વ
દીપાવલી પર્વે સાંજે 05.29 કલાકથી દીપ પૂજા, ચોપડા ખરીદી તેમજ માતા લક્ષ્મીની પૂજાવિધિ કરી શકાશે.
દિવાળીના ચોપડા પૂજનનાં મુહૂર્ત
સાંજે (અમૃત) 05.28થી 06.14
સાંજે (ચલ) 06.14થી 07.48
રાત્રે (લાભ) 10.57થી 12.31
રાત્રે (શુભ) 02.05થી 03.40
રાત્રે (અમૃત) 03.40થી 05.14
સવારે (ચલ) 05.14થી 6.48
26 ઓક્ટોબરે પંચાંગ અનુસાર ઉદીત તિથિ વિક્રમ સંવત 2079 કારતક સુદ એકમ (બેસતું વર્ષ)નો પ્રારંભ થશે.
બેસતાં વર્ષનાં શુભ મુહૂર્ત
સવારે (લાભ) 06.49થી 07.14
સવારે (અમૃત) 08.14થી 09.48
સવારે (શુભ) | 11.05થી 12.31
29 ઓક્ટોબર - લાભપાંચમ
29 ઓક્ટોબરે વિક્રમ સંવત 2079ની લાભપાંચમ આ દિવસને પાંડવ પંચમી, સૌભાગ્ય જ્ઞાનપંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્યતઃ સહુ કોઇ આ દિવસે નવા વર્ષની કામગીરીનો પ્રારંભ કરતા હોય છે. જોકે આ દિવસે ક્ષય તિથિ હોવાથી રોજગાર, ધંધાનું મુહૂર્ત નહીં કરી શકાય, જેના કારણે પેઢી ખોલવાનું શુભ મુહૂર્ત કારતક સુદ સાતમના દિવસે રહેશે.
સાતમનાં મુહૂર્ત (31 ઓક્ટોબર) - સવારે (અમૃત) 06.42થી 08.07 અને સવારે (શુભ) 09.32થી 10.57


