વર્ષ ૨૦૧૯-૨૦ માટે ઈન્ડિયન એસોસિએશનના પ્રમુખ તરીકે પરભુભાઈ એસ પટેલ અને ઉપ – પ્રમુખ તરીકે કૈલાશબેન એ પટેલ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે સેક્રેટરી તરીકે કનુભાઈ ડી પટેલ, જીમી મોદી (ટ્રેઝરર) અને કનુભાઈ બી પટેલ (વાઈસ સેક્રેટરી)ની વરણી કરવામાં આવી હતી. કમિટીના સભ્યો તરીકે ચીમનભાઈ કે પટેલ, ધનજીભાઈ એસ પટેલ, હંસાબેન ડી પટેલ, નારણભાઈ જે પટેલ, દક્ષાબેન એચ પટેલ, નયનાબેન એ પટેલ, નયનાબેન પી પટેલ, નિર્મળાબેન આર પટેલ, સુમિત્રાબેન એચ પટેલ અને નરેન્દ્રભાઈ સી એલ પટેલ નીમાયા હતા. ટ્રસ્ટીઓ તરીકે ધાયાભાઈ એસ પટેલ, મિનાન્દભાઈ ઓડેદરા અને હસમુખભાઈ ચાવડાની વરણી કરવામાં આવી હતી.