ધનતેરસે લક્ષ્મી પૂજન માટે 5 મુહૂર્તનો યોગ, દિવાળીએ સાંજે તમામ શુભ મહૂર્ત

Wednesday 28th October 2026 05:59 EDT
 
 

આવતા સપ્તાહે - ગુરુવાર 5 નવેમ્બરથી દીપોત્સવી પર્વની હારમાળા શરૂ થશે. આ વર્ષે એકાદશી અને બારસ એક જ તારીખે આવે છે. વાઘ બારસ કે ગૌવત્સ દ્વાદશી 5 નવેમ્બરના રોજ ઊજવાશે. વેપારીઓ આ દિવસે જૂના નાણાકીય હિસાબો ચૂકતે કરે છે. લોકો ગૌમાતાની પૂજા કરે છે અને સંતાનોના લાંબા આયુષ્ય માટે વ્રત કરાય છે. ઊંબરા પૂજન બાદ દીપ પ્રાગટ્ય સાથે દિવાળી પર્વનો પ્રારંભ થાય છે.

તા. 6 નવેમ્બર - શુક્રવાર
ધનતેરસ-ધન્વંતરિ જયંતી
• સવારે 8.12થી 9.36 લાભ ચોઘડિયું
• 9.36થી 10.59 અમૃત ચોઘડિયું
• બપોરે 12.24થી 01.47 શુભ ચોઘડિયું
• સાંજે 4.35થી 05.57 ચલ ચોઘડિયું
• રાત્રે 09.11થી 10.47 લાભ ચોઘડિયાંમાં ધનપૂજા કરવા તથા ચોપડાં લાવવા માટે શ્રેષ્ઠ મુહૂર્ત.
તા. 7 નવેમ્બર - શનિવાર
કાળીચૌદસ-કાળીપૂજા હનુમાનપૂજા-યંત્રપૂજન
આ દિવસ ઉગ્ર દેવીદેવતા જેવા કે
ભૈરવ, બટુક, વીર, હનુમાન, મહાકાળી અને દસ માઘવિદ્યાની આરાધના અને મંત્રતંત્ર તેમજ યંત્રપૂજા માટે ઉત્તમ દિવસ અને
રાત ગણાય છે. આ દિવસના મુહૂર્ત જોઇએ તો...
• સવારે 8.13થી 9.36 શુભ ચોઘડિયું
• બપોરે 12.24થી 01.47 ચલ ચોઘડિયું
• 01.47થી 03.10 લાભ ચોઘડિયું
• 03.10થી 04.34 અમૃત ચોઘડિયું
• સાંજે 05.57થી 07.34 લાભ ચોઘડિયું
તા. 08 નવેમ્બર - રવિવાર
દિવાળી, શારદા-ચોપડા પૂજન
• સવારે 9.36થી 11.00 લાભ ચોઘડિયું
• 11.00થી 12.24 અમૃત ચોઘડિયું
• બપોરે 01.47થી 03.10 શુભ ચોઘડિયું
• સાજે 05.57થી 07.33 શુભ ચોઘડિયું
• 07.33થી 09.10 અમૃત ચોઘડિયું
• 09.10થી 10.47 ચલ ચોઘડિયું
•••
• તા. 09 નવેમ્બર - સોમવાર - પડતર દિવસ
•••
• તા. 10 નવેમ્બર - મંગળવાર નૂતન વર્ષ, વિક્રમ સંવત 2083 પ્રારંભ
•••
• તા. 11 નવેમ્બર - બુધવાર - કારતક સુદ-2 ભાઈબીજ
•••
• તા. 14 નવેમ્બર - શનિવાર - કારતક સુદ-5 લાભ પાંચમ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter