નકુરુઃ કેન્યામાં નાકુરુ લોહાણા મહાજનના સભ્યોએ મંગળવાર, 25 નવેમ્બર 2025ના રોજ કેન હોટેલ ખાતે ઊજાણીની મીટિંગ યોજી હતી. અહીં તેઓ બિન્ગોની રમત રમ્યા હતા, રેફલ ડ્રોનું આયોજન કર્યું હતું તેમજ મિનલા ઓપરેશન ચુપી (MINLA OPERATION CHUPI)ને સપોર્ટ કરવા નાણા એકત્ર કર્યા હતા. મિનલા ઓપરેશન ચુપી યુવા બાળાઓને સેનેટરી પેડ્સ અને પેન્ટીઝની સહાય કરે છે. સ્વાદિષ્ટ વાનગીઓ માણવા સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. સભ્યોની ગ્રૂપ તસવીર ઉપરાંત, અનિલાબહેન મોરજારીઆ અને લોહાણા મહાજનના પ્રેસિડેન્ટ મીરાબહેન ઠક્કર દૃષ્ટિગોચર થાય છે.


