લંડનઃ નવનાત વણિક એસોસિયેશન યુકે દ્વારા રવિવાર18 ઓગસ્ટ 2024ના રોજ વાર્ષિક જન્માષ્ટમી મેળાનું આયોજન કરાયું છે. આ મેળો નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેઈઝ UB3 1AR ખાતે સવારના 11 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી યોજાશે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ ન્યૂઝવિક્લીઝ આ ઈવેન્ટના મીડિયા પાર્ટનર છે.
આ માહિતી આપતા નવનાત વણિક એસોસિયેશન (યુકે)ના ટ્રેઝરર રમેશ જે શાહે કહ્યું હતું કે મેળો તમામ માટે ખુલ્લો અને નિઃશુલ્ક છે, કોઈ એન્ટ્રન્સ ફી નથી તેમજ મફત મનોરંજન સાથે નિઃશુલ્ક કાર પાર્કિંગ માટે પૂરતા પ્રમાણમાં જગ્યા મળશે. સ્વાદિષ્ટ ફૂડ અને મજેદાર ડ્રિન્ક્સ, ફેશન અને બ્યૂટી પ્રોડક્ટ્સ વેચતાં વિવિધ પ્રકારના સ્ટોલ્સ હશે. આ ઉપરાંત, ટ્રાવેલ એજન્ટ્સ, એજ્યુકેશનલ સ,ર્વિસ પ્રોવાઈડર્સ અને સોલિસીટર્સના માહિતીદાયક સ્ટોલ્સ પણ અહીં હશે. સ્પેશિયલ એન્ટરટેઈનર સાથેના કિડ્ઝ ઝોનમાં ફેસ પેઈન્ટિંગ અને ફનફેર રાઈડ્ઝ બાળકો માટે મુખ્ય આકર્ષણ બની રહેશે. તમામ રાઈડ્સ પણ નિઃશુલ્ક રહેશે.’
શાહે ઉમેર્યું હતું કે, ‘જન્માષ્ટમીની ઊજવણીમાં કૃષ્ણજન્મ, નંદભાઓ, મટકી અને રાસ યાત્રા, નૃત્ય સાથે વૃંદાવન જેવી લીલા, લાઈવ મ્યુઝિક અને ગીતોનાં પરફોર્મન્સીસનો સમાવેશ થશે. સંપૂર્મ પરિવાર અને મિત્રો સાથે મેળાની મોજ માણી શકાશે.
સ્ટોલ બૂકિંગ ફોર્મ સહિત વધુ માહિતી વેબસાઈટ www.navnat.comની મુલાકાત લઈ શકો છો તેમજ
રમેશ શાહ 07742 045154 અને કિરીટ બાટવીઆ 07904 687758નો સંપર્ક કરી શકાય છે.
ઈમેઈલ દ્વારા જાણકારી મેળવવા ઈમેઈલ કરો-- E-mail: - [email protected]

