લંડનઃ ઈંગ્લેન્ડમાં લાગુ કરાયેલું સેકન્ડ લોકડાઉન અગાઉ સ્પ્રિંગ લોકડાઉન કરતાં અલગ છે. શાળાઓ અને યુનિવર્સિટીઓ ખુલ્લી રહેવાની છે તેમજ ઘરની બહાર અન્ય પરિવારની એક વ્યક્તિ સાથે મુલાકાત કરી શકાશે. વધુ પ્રમાણમાં લોકો કામકાજ માટે પ્રવાસ કરી શકશે અને વયોવૃદ્ધોને ઘરમાં જ ‘રક્ષાકવચ’ હેઠળ રહેવાનો આદેશ કરાયો નથી. નવા લોકડાઉનમાં શું કરી શકાશે અને શું નહિ તેની સમજ આ સાથે આપવામાં આવી છેઃ
પરિવાર અને મિત્રોઃ
• તમે સપોર્ટ બબલનો હિસ્સો હો તે સિવાય ઘરના ગાર્ડ્ન્સ સહિત તમામ હોમ વિઝિટ પર પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધમાં અલગ રહેતા પાર્ટનર્સનો પણ સમાવેશ થાય છે. • પ્રથમ લોકડાઉનથી વિપરીત, તમે અન્ય પરિવારમાંથી મિત્ર, સગાં અથવા પાર્ટનરને ઘરની બહાર કસરત કરવા અથવા પાર્કમાં બેસવા માટે મળી શકશો. • શાળાએ નહિ જવાની ઉંમરના બાળકોને બે વ્યક્તિની સાથે ગણવામાં નહિ આવે. નવજાત બાળકોની બે માતા પાર્કમાં વાતચીત કરવા બાળકો સાથે જઈ શકશે. જે વયસ્કોને ચોવીસે કલાક સારસંભાળની જરુર રહેતી હોય તેમનો પણ કુલ બે વ્યક્તિની વ્યાખ્યામાં સમાવેશ નહિ થાય. • પ્લેગ્રાઉન્ડ્સ ખુલ્લાં રહેશે એટલે કે બાળકો આરામથી ઝૂલા ઝૂલી શકશે. • અલગ થયેલા પેરન્ટ્સના બાળકો બંનેના ઘર વચ્ચે અવરજવર કરી શકશે.
નર્સરીઝ, સ્કૂલ્સ અને બાળસંભાળઃ
• નર્સરીઝ, સ્કૂલ્સ, કોલેજીસ અને યુનિવર્સિટી સહિતની શૈક્ષણિક સંસ્થાઓ ખુલ્લી રહેશે. • બાળકોની સંભાળ રાકનારા પોતાનું કામ કરી શકશે. ‘ચાઈલ્ડકેર બબલ’ પણ માન્ય ગણાશે એટલે કે ગ્રાન્ડપેરન્ટ્સ સ્કૂલ પછી બાળકોની સારસંભાળ રાખી શકશે. • સ્કૂલ પછીની ક્લબ્સ અને યુથ ગ્રૂપ્સ આગામી મહિના સુધી કામ નહિ કરી શકે. • યુનિવર્સિટીઓને શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન લેક્ચર્સ રાખવા જણાવાયું છે. • વિદ્યાર્થીઓ ટર્મ પૂર્ણ ન થાય ત્યાં સુધી પરિવારને મળવા ઘેર પાછા જઈ શકશે નહિ.
કામકાજ અથવા નોકરી માટે જવુઃ
• જેઓ ઘેર રહીને કામકાજ કરી શકે છે તેમણે ઘેરથી જ કામ કરવું. • જો તમે ઘરમાં રહીને તમારું કામ કરી શકતા ન હો તો તમે પ્રવાસ કરી શકો છો. કન્સ્ટ્રક્શન અથવા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં કાર્યરત લોકોનો ઉદાહરણોમાં સમાવેશ થાય છે. • જે લોકોએ કામ કરવા અન્ય લોકોના ઘેર જવું પડે છે તેવા પ્લમ્બર્સ અને ક્લીનર્સ જેવા લોકો પણ તેમનું કામ કરી શકે છે. • કેન્સર પેશન્ટ જેવા ‘ ક્લિનિકલી અત્યંત નબળાં’ લોકોએ ઘરમાં રહીને જ કામ કરવું અથવા સ્ટેચ્યુટરી સિક પે માટે ક્લેઈમ કરવો. • જે વર્કર્સ હાલ ફર્લો હેઠળ છે તેમને નવેમ્બર મહિનામાં તેમના વેતનના ૮૦ ટકા અને મહત્તમ ૨,૫૦૦ પાઉન્ડ સુધીનું વેતન ચૂકવવાપાત્ર છે.
નિરાધાર- અશક્ત લોકો અને કેર હોમ્સઃ
• વયોવૃદ્ધ તેમજ શારીરિક-તબીબી રીતે અશક્ત લોકોને પ્રથમ લોકડાઉનથી વિપરીત, આ વખતે ‘રક્ષાકવચ’માં રહેવા નહિ જણાવાય.• જોકે, તેઓને કાળજીપૂર્વક નિયમોનું પાલન કરવા અને સોશોયલ ડિસ્ટન્સિંગ જાળવવા સલાહ અપાશે. • વયોવૃદ્ધ લોકોએ કસરતથી અળગા રહેવાનું નથી. તેમને તાજી હવામાં ફરવા કે શ્વાનને ફેરવવા લઈ જવાનું પ્રોત્સાહન અપાયું છે. • કેર હોમ્સની મુલાકાતો બાબતે નવી ગાઈડલાઈન્સ હવે જારી કરાશે અને ત્યાં સુધી વર્તમાન નિયંત્રણો અમલમાં રહેશે. • જો તમારે પરિવારના સભ્ય અથવા પડોશી જેવા અશક્ત-નિરાધાર વ્યક્તિની સારસંભાળ લેવાની જરુર હોય તો તમને તે કરવાની છૂટ છે. • તમારા સ્થાનિક વિસ્તારોની બહાર પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ તેમજ પ્રવાસ-મુલાકાતની સંખ્યા ઘટાડવી જોઈએ. • મેડિકલ એપોઈન્ટમેન્ટ્સ અને દુકાનોની મુલાકાતો લેવાની છૂટ છે. • ટુંકો પ્રવાસ હોય ત્યાં સુધી કસરત કરવા માટે પ્રવાસ કરી શકાય છે. • જો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો પડે તો વ્યસ્ત સમય અને રુટ્સ ટાળો. હંમેશાં માસ્ક પહેરો અને શક્ય હોય ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો. • રજાઓ ગાળવા જવા પર પ્રતિબંધ છે. માત્ર કામકાજ માટે અથવા આવશ્યક ટ્રીપ્સ માટે જ વિદેશપ્રવાસની છૂટ છે. • હોલિડે હોમ્સનો પ્રવાસ પણ પ્રતિબંધિત છે. માત્ર કામકાજના કારણોસર જ હોટેલમાં રોકાણની છૂટ છે. • જો તમે રજાઓ ગાળવા ગયેલા હો તો તમારે સીધા જ ઘેર પાછાં ફરવાનું નથી. ‘ટ્રોવેલ કોરીડોર્સ’ સાથેના દેશોમાં ગયેલા લોકોએ તેમના પાછા ફરવા સાથે સ્વ-એકાંતવાસ સેવવાની જરુર નથી.
દુકાનો અને આનંદપ્રમોદના સ્થળોઃ
• સુપરમાર્કેટ્સ, ફૂડ શોપ્સ અને ફાર્માસિસ્ટ્સ ખુલ્લાં રહેશે એટલે બહાર નીકળી ગભરાટપૂર્ણ ખરીદી કરવાની જરુર નથી. • કાર શોરુમ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટોર્સ, ટ્રાવેલ એજન્ટથી માંડી ક્લોધિંગ શોપ્સ, બેટિંગ શોપ્સ, ઓક્શન હાઉસીસ સહિત બિનઆવશ્યક રીટેઈલ આઉટલેટ્સ લોકડાઉન પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ જ રહેશે. • ક્લિક એન્ડ કલેક્ટ વિકલ્પો આપનારાના કામકાજ ચાલુ રહેશે એટલે કે તમે કોઈ આઈટમ ઓનલાઈન ઓર્ડર કરી શકશો અને ખુદ તેને લેવા જઈ શકશો. • રેસ્ટોરાં, બાર, કાફેઝ અને પબ્સ અંદર બેસનારા ગ્રાહકો માટે બંધ રહેશે પરંતુ, તેમની ટેઈકઅવે સર્વિસ આપવાનું ચાલુ રાખી શકશે. • આલ્કોહોલ પીરસી શકાશે નહિ એટલે કે ઉનાળામાં ઘણી પબ્સમાં ‘ટેઈકઅવે પિન્ટ’ની સ્થિતિ જોવાં મળી હતી તેનું પુનરાવર્તન નહિ થાય.• ગાર્ડન સેન્ટર્સને ખુલ્લા રહેવાની પરવાનગી અપાઈ છે. • જિમ્સ, સ્વિમિંગ પૂલ્સ અને સોફ્ટ પ્લે સુવિધાઓ જેવી આનંદપ્રમોદની ફેસિલિટીઝ બંધ રહેશે. • મોટા ભાગે આઉટડોર પ્રવૃત્તિ હોવાં છતાં ગોલ્ફ કોર્સીસ અને રાઈડિંગ સેન્ટર્સ પણ બંધ કરાશે. • હેરડ્રેસર્સ, બ્યૂટી સલૂન્સ, સ્પાઝ, મસાજ અને ટેટુ પાર્લર્સ અને ટેનિંગ સલૂન્સ પણ ફરી બંધ કરાશે. • સિનેમાગૃહો, થીએટર્સ, મ્યુઝિયમ્સ અને ગેલેરીઝ, કેસિનોઝ, બિન્ગો હોલ્સ, ઝૂ અને બોટાનિકલ ગાર્ડન્સના દરવાજા પણ બંધ કરી દેવાશે.
જાહેર સેવાના કામકાજઃ
• અર્જન્ટ તેમજ અર્જન્ટ ન હોય તેવી એપોઈન્ટમેન્ટ્સ માટે જીપી સર્જરીઝ અને હોસ્પિટલો ખુલ્લાં રહેશે.• જોબસેન્ટર્સ પણ લોકોને કામ શોધવામાં મદદ કરવાનું ચાલુ રાખશે.• વધુપડતો બેકલોગ્સ- પડતર ભરાવો થતો અટકાવવાના હેતુસર કોર્ટ્સ અને રજિસ્ટર ઓફિસોનું કામકાજ પણ ચાલુ રખાશે.• ફૂડ બેન્ક્સ અને બ્લડ ડોનેશન સર્વિસીસના કાર્યો પણ ચાલુ રહેશે. • આલ્કોહોલિક એનોનિમસ અથવા શોકાતુરો માટેની સેવાઓ જેવા સપોર્ટ ગ્રૂપ્સ પ્રતિ સેશન ૧૫ વ્યક્તિની મર્યાદા સાથે ચાલુ રહેશે.
લગ્નો, ફ્યુનરલ્સ અને ભક્તિપૂજાઃ
• ફ્યુનરલ, વ્યક્તિગત પ્રાર્થના, ભક્તિપૂજા માટે બ્રોડકાસ્ટિંગ, ઔપચારિક બાળસંભાળ, ફૂડ બેન્ક્સ, બ્લડ ડોનેશન અથવા સપોર્ટ ગ્રૂપ્સ માટે હોય તે સિવાય ધર્મસ્થાનકો બંધ રહેશે. • ચર્ચ, મસ્જિદો અને સિનેગોગ્સ વ્યક્તિગત પૂજા-પ્રાર્થના માટે તેમના દ્વારા ખુલ્લા રાખી શકશે પરંતુ, સામુદાયિક સેવાઓ પર પ્રતિબંધ રહેશે. • અત્યારની માફક જ ફ્યુનરલ્સમાં મહત્તમ ૩૦ વ્યક્તિ હાજરી આપી શકશે. અપવાદરુપ સંજોગો સિવાય લગ્નો અને સિવિલ પાર્ટનરશિપના સમારંભોને પરવાનગી નહિ અપાય.


