નાણા ટ્રાન્સફર ઠગાઈ કરતી ગેન્ગની સભ્ય નિષ્મા ભારડીઆને સજા

જાન્યુઆરી ૨૦૧૧થી ડિસેમ્બર ૨૦૧૩ સુધીના ગાળામાં પાંચ પુરુષ અને છ સ્ત્રીઓ સાથે ૧.૭ મિલિયન પાઉન્ડની છેતરપીંડી

Monday 12th June 2017 09:40 EDT
 

લંડનઃ લોકોને લલચાવી પોતાના એકાઉન્ટમાં ૧.૭ મિલિયન પાઉન્ડ ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરનારી ગેન્ગની સભ્ય નિષ્મા ભારડીઆને ૧૪ મહિનાના જેલવાસની સજા કરાઈ હતી, જે બે વર્ષ માટે સસ્પેન્ડ રખાઈ છે. સ્ટેનમોરના ટોન્ટન વેની ૨૯ વર્ષીય નિવાસી નિષ્માને મનીલોન્ડરિંગ અપરાધો માટે વુલીચ ક્રાઉન કોર્ટે દોષી ઠરાવી હતી. તેને દંડ તરીકે ૫,૧૪૦ પાઉન્ડ ચુકવવા અને ત્રણ મહિનાના કર્ફ્યુનો આદેશ પણ કરાયો હતો.

૧૦ સભ્યોની આ ગેન્ગે જાન્યુઆરી ૨૦૧૧થી ડિસેમ્બર ૨૦૧૩ સુધીના ગાળામાં પાંચ પુરુષ અને છ સ્ત્રીઓ સાથે ૧.૭ મિલિયન પાઉન્ડની છેતરપીંડી કરી હતી. ગેન્ગ દ્વારા નાણાકીય સંસ્થાના પ્રતિનિધિ હોવાનો સ્વાંગ રચી લોકોને ડાયરેક્ટ નાણા જમા કરાવવા, સ્ટેન્ડિંગ ઓર્ડર અથવા બેન્ક ટ્રાન્સફર મેન્ડેટ માટે છેતરવામાં આવ્યાં હતાં. આ ગેન્ગે યુકે, સ્વીડન, નાઈજિરિયા, મોરેશિયસ, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ અને યુનાઈટેડ સ્ટેટ્સમાં પોતાની જાળ ફેલાવી કંપનીઓ અને વ્યક્તિઓ સાથે છેતરીંડી આચરી છે અને જૂન ૨૦૧૩માં ક્રિમિનલ પ્રવૃત્તિની જાણ થઈ ત્યારથી ૧૭ શિકારની ઓળખ થઈ છે. ઓફિસરોને જાણવા મળ્યું હતું કે ક્રિમિનલ નેટવર્કના સભ્યો દ્વારા સંચાલિત કેટલાક ખાતાઓમાંથી નાણાની ઝડપી હેરફેર થતી હતી. આ નાણા શાખાઓ અથવા કેશ મશીન્સ પરથી શોધી ન શકાય તેવી કેશની મોટી રકમો તરીકે ઉપાડી લેવાતા હતા.

મેટ્રોપોલીટન પોલીસની ક્રિમિનલ ફાઈનાન્સ ટીમના ડિટેક્ટિવ સાર્જન્ટ કેવિન જેક્સને પબ્લિક અને સંસ્થાઓને નાણાની હેરફેર કરતી વેળાએ ખાસ કાળજી રાખવા સલાહ આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter