નામદાર ક્વીન, હું આપના દાદાને પણ મળ્યો હતોઃ એડવર્ડ ન્યૂટન

Wednesday 12th December 2018 01:36 EST
 
 

લંડનઃ ક્વિન એલિઝાબેથ દ્વિતીયએ ૫ ડિસેમ્બરને બુધવારે બ્રિટનની સૌથી જૂની બાળકો માટેની ચેરિટી ‘કોરમ’ના લંડન હેડક્વાર્ટર્સની મુલાકાત લીધી હતી. તે વખતે ૧૦૨ વર્ષીય એડવર્ડ ન્યૂટન તેમને મળ્યા હતા. ન્યૂટન જ્યાં ઉછર્યા હતા તે સ્થળે તેમની આ બીજી શાહી મુલાકાત હતી. તેનો તેમને ખૂબ આનંદ થયો હતો. ૯૨ વર્ષ પછી ન્યૂટન તે સ્થળે પહોંચ્યા હતા. ૧૯૨૬માં બ્લૂમ્સબરીમાં આ જગ્યાએ ફાઉન્ડલિંગ હોસ્પિટલ હતી અને કિંગ જ્યોર્જ પંચમ અને ક્વિન મેરીએ તેની મુલાકાત લીધી હતી. તે સમયે ન્યૂટન માત્ર દસ વર્ષના વિદ્યાર્થી હતા.

કિંગ અને ક્વિનને તેમની ઘોડાગાડીમાં બેઠેલા જોનારા બાળકોમાં ન્યૂટન એક હતા. તેઓ ક્વિનને મળ્યા ત્યારે કોઈ ઘોડાગાડી ન હતી. માત્ર કાર જ હતી. ફાઉન્ડલિંગ હોસ્પિટલના સૌથી વૃદ્ધ જીવિત વિદ્યાર્થી ન્યૂટન અતિથિ વિશેષ તરીકે ક્વિન એલિઝાબેથ દ્વિતીયને મળ્યા હતા. તેમણે ક્વિનને કહ્યું હતું, ‘ આપના દાદા અને દાદી ઓપન કેરેજમાં અમારી મુલાકાતે આવ્યા હતા. એ વખતે હું ઘણો નાનો હતો.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter