લંડનઃ BAPS સ્વામિનારાયણ સંસ્થા (નિસડન મંદિર) ના ટ્રસ્ટી સંજય કારાને મહારાણી દ્વારા વર્ષ ૨૦૨૧ માટે નવા વર્ષના ઓનર્સ લીસ્ટમાં બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM)થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને આ સન્માન યુકેમાં કોમ્યુનિટીની સંવાદિતા તેમજ પ્રજા અને ચેરિટેબલ કામગીરીના ક્ષેત્રની સેવા બદલ એનાયત કરાયું છે.
‘પૂજ્યશ્રી પ્રમુખ સ્વામી મહારાજ તથા મહંત સ્વામી મહારાજના આશીર્વાદ તથા પ્રેરણાથી હજારો સેવાભાવી સ્વયંસેવકો માટે કોમ્યુનિટીની સેવા કરવામાં પ્રેરણારૂપ આ સન્માન પ્રાપ્ત કરવા બદલ BAPS સ્વામિનારાયણ સંસ્થા તથા સમગ્ર હિન્દુ સમુદાય સંજય કારા અને તેમના પરિવારને અભિનંદન પાઠવે છે’ તેમ BAPS સ્વામિનારાયણ સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર સંદેશામાં જણાવાયું હતું.


