નીના અમીન MBE ધ ઈન્ડસ એન્ટરપ્રાઈઝ (TiE)ના પ્રમુખપદે

Wednesday 13th December 2017 06:20 EST
 
 

લંડનઃ ધ ઈન્ડસ એન્ટરપ્રાઈઝ (TiE)એ ગઈ તા. ૬ ડિસેમ્બરને બુધવારે નાઈટ્સબ્રીજમાં કાર્લટન જુમૈરા ખાતે તેનો ૨૫મો સ્થાપના દિન ઉજવ્યો હતો અને નીના અમીન MBEની (TiE)ના નવા પ્રમુખ તરીકે નિમણુંક કરી હતી. આ પ્રસંગે ભારતના હાઈ કમિશનર વાય. કે. સિંહા અને પ્રિન્સ નાસીર સહિત ૩૦૦થી વધુ અતિથિઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જાણીતા કોમેડિયન સિંધુ વીએ મહેમાનોને મનોરંજન પૂરું પાડ્યું હતું. ફ્યુચરિસ્ટ અને TED વક્તા ટ્રેસી ફોલોઝે બિઝનેસના ભાવિ વલણો વિશે વાત કરી હતી. TiE લંડન વિશ્વભરમાં આંત્રપ્રિનિયોરશિપનું જતન તેમજ શિક્ષણ અને સહયોગને વધારવા પર વિશેષ ધ્યાન આપે છે.

છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રમુખ દિનેશ ધમીજાએ લંડનના આંત્રપ્રિનયોર્સને મેમ્બરશીપ દ્વારા TiEના લંડન ચેપ્ટરનો નોંધપાત્ર વિકાસ કર્યો છે. સંસ્થાએ પ્રતિષ્ઠિત કાર્યક્રમો તથા ઈન્વેસ્ટમેન્ટ કોમ્પિટિશન્સનું આયોજન કર્યું હતું. તેમના પ્રમુખપદ હેઠળ સભ્યોને એકબીજા સાથે સંકલનની અભૂતપૂર્વ તકો મળી હતી.

હવે છેલ્લાં ત્રણ વર્ષથી TiEના બોર્ડ મેમ્બર અને KPMGના પાર્ટનર રહેલા નીના અમીને TiE નું સુકાન સંભાળવાનું છે.

ગાલા ડીનર દરમિયાન નીના અમીને TiE યંગ આંત્રપ્રિનિયોર્સ (TYE)નો પ્રારંભ કરાવ્યો હતો. આ નવી TiE લંડન મેમ્બરશિપ ખાસ કરીને ૩૫ વર્ષથી નીચેના યુવા આંત્રપ્રિનિયોર્સ માટે છે. અમીનનો હેતુ આંત્રપ્રિનિયોર્સની નવી પેઢી માટે મજબૂત નેટવર્ક ઉભું કરવાનો અને જરૂર જણાય ત્યાં તેમને માર્ગદર્શન આપવાનો છે.

મહિલા આંત્રપ્રિનિયોર્સ માટે રાધિકા શેઠના નેતૃત્વ હેઠળ TiE વિમેન પણ કાર્યરત છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter