નેતાઓ વચ્ચે પસંદગી આટલી સરળ કદી ન હતી

લોર્ડ ડોલર પોપટ Tuesday 23rd May 2017 10:58 EDT
 
 

ગત સપ્તાહે કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટી દ્વારા તેમના જનરલ ઈલેક્શન મેનિફેસ્ટો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. બંને વચ્ચે વિરોધાભાસ સ્પષ્ટ દેખાઈ આવ્યો હતો. લેબર પાર્ટીએ જાહેર કરેલો ચૂંટણીઢંઢેરો બ્રેન્ટ નોર્થ કરતા નોર્થ કોરિયા માટે વધુ યોગ્ય હોવાનું જણાતું હતું. તેમની પાસેનું લક્ષ્મીનું જાદૂઈ વૃક્ષ કોઈ રીતે સરકારના દરેક વિભાગો-ક્ષેત્રો માટે ઈન્વેસ્ટમેન્ટ પુરું પાડશે, સંખ્યાબંધ ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરશે અને બિલિયન્સ પાઉન્ડ ઉધાર મેળવશે.

મોટા પાયા પર કરજ, બ્રેક્ઝિટ મંત્રણામાં ગરબડ તથા મહત્ત્વાકાંક્ષા અને ઉદ્યોગસાહસિકતાના મૂલ્યોને હથોડા જેવા ફટકાઓ સાથે કોર્બીન સરકારના પરિણામો વિઘાતક બની રહેશે. તેમની વાહિયાત નીતિઓ એક વખત અમલી બનાવાશે પછી પાછળ બાકી શું રહેશે તેનો વિચાર કર્યા વિના જ કોર્બીને અતિ ડાબેરી મેનિફેસ્ટો જાહેર કર્યો છે.

આનાથી તદ્દન વિપરીત, કન્ઝર્વેટિવ મેનિફેસ્ટો બ્રિટિશ રાજકારણની મધ્યમમાર્ગી ભૂમિમાં મજબૂત મૂળિયાં દર્શાવી નાગરિકો સાથે પુખ્ત તરીકે વ્યવહાર કરે છે. આપણે જાણીએ છીએ કે આપણા દેશ સમક્ષ બ્રેક્ઝિટ, NHS અને સામાજિક સંભાળના ક્ષેત્રે દબાણો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ગંભીર મુદ્દાઓનો પડકાર છે ત્યારે કન્ઝર્વેટિવ મેનિફેસ્ટો સ્પષ્ટ જણાવે છે કે મુશ્કેલ છતાં આ મોટા પડકારોનો ઉકેલ લાવવાની જરુર છે. આ મેનિફેસ્ટો જમીની વાસ્તવિકતાની તરફેણમાં મોટી રાહતો અને લોકરંજક વચનો જાહેર કરવાથી દૂર રહ્યો છે. મિસિસ મે સ્પષ્ટપણે કહે છે કે,‘આગામી થોડાં વર્ષો નિશ્ચિતપણે પડકારરુપ હશે પરંતુ, જો આપણે બ્રેક્ઝિટનું નિરાકરણ લાવવા જઈ રહ્યા હોઈએ તો આપણી ઘરેલુ સમસ્યાઓનો પણ ઉકેલ લાવીએ.’

આ બહાદુરીપૂર્ણ પગલું છે. આજકાલ રાજકારણ સાથે સંકળાયેલા મોટા ભાગના લોકો એમ જ માને છે કે તમારા મેનિફેસ્ટોમાં રીટેઈલ ઓફર્સ કે ઝાકમઝોળ નીતિઓ હોવી જોઈએ, જે મતદારોને આકર્ષિત કરે. આધુનિક કાળમાં જ્યોર્જ ઓસ્બોર્ન ૨૦૧૦માં પ્રથમ વ્યક્તિ હતા જેઓ આ પ્રથા-વલણથી અળગા રહ્યા, જેમણે રીટેઈલ ઓફર્સના બદલે ખાધમાં કાપ મૂકવાને પ્રાધાન્ય આપ્યું. વડા પ્રધાન આ અભિગમને તેનાથી પણ આગળ લઈ ગયાં છે. તેઓ અનુભવી રાજકારણી છે, ચૂંટણીઓ જીતી લાવે તેવી સામાન્ય પ્રકારની રમતોમાં તેમને રસ નથી. તેમનું વલણ પડકારોના સ્તર કે પ્રમાણ વિશે ઈમાનદાર બનવાનું અને સૌથી ટકાઉ નીવડે તેવા ઉકેલ ઓફર કરવાનું છે.

તેમનો આ અભિગમ પ્રજાને ગમ્યો છે તેમાં જરા પણ શંકા નથી. તેઓ દેશભરમાં મતદારોને ઘેર-ઘેર મળવામાં લાગી ગયાં છે ત્યારે મને લાગ્યું છે વડા પ્રધાનના ખાસ ધ્યાન નહિ અપાયેલા અભિગમને જબ્બર પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

તાજેતરમાં હું બ્રેન્ટ નોર્થ મતક્ષેત્રના ઉત્સાહી કન્ઝર્વેટિવ ઉમેદવાર કાઉન્સિલર અમીત જોગીઆ સાથે હતો ત્યારે અમને આ સંદેશો વારંવાર સાંભળવા મળ્યો હતો. યુવાનથી માંડી વૃદ્ધ, તમામ વંશીયતા અને જાતિના લોકો, તેઓ વારંવાર આ જ મુદ્દા પર આવતાં હતાં....

આવો પ્રતિસાદ દેશભરમાં છે. મિડલેન્ડ્સ અને ખાસ કરીને કોવેન્ટ્રીમાં યુવાન અને અસ્ખલિત સ્પષ્ટવક્તા ટોરી ઉમેદવાર રેશમ કોટેચા માટે વ્યાપક સમર્થન જોવા મળે છે. રેશમે ૨૦૧૫માં ડલીચ અને વેસ્ટ નોરવૂડ બેઠક માટે સ્પર્ધા લડી હતી. નાગરિકોમાં પરિવર્તનની ઝંખના જોવાં મળે છે તેવા કોવેન્ટ્રીમાં તેમણે ભારે હલચલ મચાવી છે.

આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં મજબૂત અર્થતંત્રથી માંડી આપણા સોફ્ટ પાવર, અને આપણા આર્મ્ડ ફોર્સીસથી માંડી સામૂહિક અનુકંપાની આપણી લાગણી સહિત અપાર સંપત્તિ છે. બ્રિટનની ઘણી સારી અને કેટલીક તો મહાન બાબતો પણ છે પરંતુ, આપણે એ પણ જાણીએ છીએ કે આપણે અનિશ્ચિતતાના સમયમાં વસીએ છીએ અને આ સમયમાં સાચા નેતૃત્વની આવશ્યકતા રહે છે.

મિ. કોર્બીન નેકદિલ વ્યક્તિ અને કદાચ સારા માણસ હોઈ શકે છે પરંતુ, તેઓ મજબૂત નેતા નથી. થેરેસા મે છે અને બે પક્ષોના પ્રસિદ્ધ મેનિફેસ્ટોમાં આ તફાવત નજરે ચડે તેવો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter