બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયમ સંસ્થા (બીએપીએસ)ના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલમાં સારંગપુર ધામ ખાતે વિચરણ કરી રહ્યા છે. તેમના મુકામ દરમિયાન નિત્ય પૂજાદર્શન ઉપરાંત ધર્મ-અધ્યાત્મના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન થયું છે. આવા જ આયોજનના ભાગરૂપે સ્વામીશ્રીએ રવિવારે કાર્યકર તાલીમ કેન્દ્રની નવી બેચનો દીપ પ્રગટાવીને પ્રારંભ કરાવ્યા બાદ આશીર્વચન આપ્યા હતા.


