લંડનઃ પોતાનો પરિવાર આદર્શ હોવાનું બતાવવાના દબાણમાં મધ્યમ વર્ગના પેરન્ટ્સ તેમની સમસ્યાઓ છૂપાવે છે અને તેઓ સામાન્ય દબાણનો સામનો કરતા હોય ત્યારે સલાહ લેવાની ઈચ્છા બતાવતા નથી તેમ ફેમિલી એક્શન ચેરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ડેવિડ હોમ્સે જણાવ્યું હતું. આ ચેરિટી પેરન્ટ્સ અને બાળકોને તેઓ જે તણાવ અને મુશ્કેલીઓ અનુભવતા હોય છે તે જાહેર કરવા પ્રોત્સાહન આપે છે.
હોમ્સે જણાવ્યું હતું કે ગરીબ પરિવારોને આવી મુશ્કેલીઓનો વધુ સામનો કરવો પડતો હોય છે તેમ માનવું એક ભૂલ છે. નાણાંકીય દબાણ, બીમારી, માનસિક બીમારી, પરિવાર માટે ઓછા સમયની ફાળવણી, ડિવોર્સ અથવા રિલેશનશીપની સમસ્યાઓ, સ્કૂલ, યુનિવર્સિટીમાં અથવા કામકાજના સ્થળે દબાણ તમામ પરિવારોમાં જોવા મળતું હોવાનું ચેરિટીના સંશોધનમાં જણાયું હતું.


