પરેશભાઈ રુઘાણીઃ વિનમ્ર, સંવેદનશીલ અને જોશીલા મોટિવેશનલ સ્પીકર

સુભાષ વી. ઠકરાર B Com, FCA, FRSA Tuesday 16th April 2024 07:00 EDT
 
 

વિશાળ શબ્દભંડોળ સાથેનો એક વિનમ્ર માણસ છતાં, સાદગી અને અન્યોનો આદર કરવાની તીવ્ર ઈચ્છા આ નોંધપાત્ર એવોર્ડવિજેતા આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર પરેશભાઈ રુઘાણીમાં અનાયાસે જ નજરે પડી જાય છે.

ક્વોલિફાઈડ એકાઉન્ટન્ટ હોવાં છતાં, પરેશભાઈ અદ્ભૂત વક્તૃત્વ કૌશલ્ય સાથે જાહેર વક્તવ્યો આપવાના તેમના ઉત્સાહને અનુસરી તેમણે ઘણાં કોર્પોરેશન્સ અને તેના વરિષ્ઠ કર્મચારીઓને પ્રગતિ, દૃઢતા અને સફળ થવાની પ્રેરણા આપીને સશક્ત બનવામાં મદદ કરી છે. પરેશભાઈ સ્ટેજ પર કોઈ દમામભેર વર્તન વિના આવે ત્યારે ઘણી વખત તો શરૂઆતમાં ઓડિયન્સ દેરમાર્ગે પણ દોરવાઈ જાય પરંતુ, તેઓ પોતાની રમૂજ અને સંખ્યાબંધ એક્રોનિમ્સ સાથે વાણીપ્રવાહ અસ્ખલિત આગળ વધારે તેનાથી ઓડિયન્સ મંત્રમુગ્ધ બની જાય છે.

તેઓ સંખ્યાબંધ ઈવેન્ટ્સમાં વક્તવ્યો આપ્યા છે અથવા હું કહું તો તેમણે પરફોર્મન્સીસ આપ્યા છે જેમાં, બ્રિટિશ પાર્લામેન્ટ અને BAPS મંદિર અને પ્રિન્સ‘સ ટ્રસ્ટનો સમાવેશ થાય છે. તેમના ઓડિયન્સમાં પ્રાઈમ મિનિસ્ટર્સ, સીઈઓઝ, બોલીવૂડ સ્ટાર્સ, સ્પોર્ટ્સના મહાનુભાવો અને વોલન્ટીઅરી ક્ષેત્રના વરિષ્ઠ સભ્યોનોનો સમાવેશ થયેલો છે. આ મુશ્કેલ સમયમાં પરેશભાઈ જેવા વક્તાઓ તેમના શ્રોતાઓ માટે આશા અને ખુશીની લાગણીઓ લહેરાવે છે. આ અનુકંપાની શક્તિશાળી બક્ષિસ બની રહે છે.

પરેશભાઈએ તેમના અનન્ય યોગદાનની કદરદાની સ્વરૂપે સંખ્યાબંધ એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે જેમાં, પ્રાઈડ ઓફ ઈન્ડિયા, સ્ટારડસ્ટ ગ્લોબલ આઈકન, જ્વેલ ઓફ ઈન્ડિયા, ગ્લોબલ સિટીઝન, GOPIO ઈન્ટરનેશનલ સહિત અનેકનો સમાવેશ થાય છે. તાજેતરમાં અને બધામાં શિરમોર ગણાવી શકાય તેવો એમ્બેસેડર ઓફ કાઈન્ડનેસ એવોર્ડ યુનાઈટેડ નેશન્સ, ભારત સરકાર અને કોમનવેલ્થના ઈનિશિયેટિવ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ દ્વારા અપાયો છે. 13મી નવેમ્બર વર્લ્ડ કાઈન્ડનેસ ડે તરીકે ઉજવાય છે અને એ જ દિવસે પરેશભાઈની આ કદર કરવામાં આવી છે ઘણી જ સુસંગત ઘટના કહેવાય. કરુણા-અનુકંપા એવું મૂલ્ય છે જે રચનાત્મક શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ઘણી વખત તો આ સંવેદનાની સામાન્ય લાગણી જ આપણને બાંધે-સંયોજે છે. આ મૂળભૂત માનવીય સંવેદના છે જે જાત-પાત, ધર્મ, રાજકારણ, લિંગ અને પોસ્ટ કોડ્સ-વિસ્તારના વિભાજનોમાં સેતુરુપ બની રહે છે. પરેશભાઈ તેમની રજૂઆતો થકી લોકોને વિધેયાત્મક વિચારવાની પ્રેરણા પૂરી પાડી લોકોના દિલોદિમાગને આવા ભેદભાવ-તફાવતોથી ઉપર ઉઠવાની શક્તિ પૂરી પાડતા ઉદ્દીપકની ભૂમિકા ભજવીને ઘણી રીતે સમાજના આવા વિભાજક તફાવતોની બાદબાકી કરી નાખે છે. ઘણી વખત કોઈ વ્યક્તિની કારકીર્દિમાં એવો સમય આવે કે તમને તમારી વર્તમાન પ્રવૃત્તિ કરતા વધુ જોશ આપનારી બાબત મળી આવે. પરેશભાઈએ દર્શાવ્યું છે કે કોઈક વિષયે તમારા ઝનૂન -જોશને અનુસરવાથી તમને ઘણો સારો પુરસ્કાર કે બદલો મળી જાય છે. આપણાથી ઘણા લોકો માટે આ મહત્ત્વનો બોધપાઠ છે.

પરેશભાઈએ એમ પણ દર્શાવ્યું છે કે વિનમ્રતાથી મૂલ્યવાન કદર થતી રહે છે. વ્યક્તિએ આત્મપ્રશંસા કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. જો તમે નિઃસ્વાર્થપણે આપશો તો માન-અકરામ તમારી પાસે વગર માગ્યે દોડતાં આવશે. કદાચ, આ માનવીની વિનમ્રતા અને કરુણાની ભાવના તેમના ગુરુ અને મારા પિતાસમાન અક્ષરનિવાસી પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજના ઉપદેશ થકી ઉદ્ભવી છે. તેમનો સૌથી પ્રસિદ્ધ ઉપદેશ હતો કે, અન્યોના કલ્યાણમાં મારું કલ્યાણ સમાવિષ્ટ છે. આ સંપૂર્ણ કરુણાત્મક ઉપદેશ છે.

આવનારા સમયમાં આપણને આ પ્રેરક વ્યક્તિત્વ પરેશભાઈ રુઘાણી વિશે વધુમાં વધુ વાંચવા અને સાંભળવા મળશે તે નિશ્ચિત છે.

(લેખક લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પૂર્વ ચેરમેન, ચેરિટી ક્લેરિટીના સ્થાપક ચેરમેન, યુકે સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટના કમિશનર છે)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter