સાઉદી અરેબિયાના મક્કામાં પવિત્ર હજ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે વિશ્વભરમાંથી અંદાજે 15 લાખથી વધુ મુસ્લિમ યાત્રાળુઓ હજ માટે મક્કા પહોંચ્યા છે. યાત્રાળુઓએ કાબાની પરિક્રમા એટલે કે, તવાફ કર્યા બાદ મીનાની વિશાળ તંબુનગરીમાં પ્રવેશ કર્યો હતો. આ વર્ષે મિડલ-ઇસ્ટમાં યુદ્ધનો તણાવ પ્રવર્તતો હોવા છતાં લાખો શ્રદ્ધાળુઓ યાત્રા માટે પહોંચ્યા છે. ઘણા યાત્રાળુઓએ જણાવ્યું કે, વૈશ્વિક અસ્થિરતા વચ્ચે હજ તેમને આશા અને વિશ્વાસ આપે છે.


