કામ્યા બુચ, બ્રિટનમાં જન્મેલ દિકરી. વિદેશની ધરતી પર સાધન-સંપન્ન માતાપિતાની એક માત્ર સંતાન. વૈભવી જીંદગી. પાણી માગે તો દૂધ હાજર. ભણવામાં તેજસ્વી. ઉજ્જવળ કારકિર્દી. એના જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન આવ્યું. એની દિલચશ્પ કહાની પ્રેરણાદાયી અને માન ઉપજે એવી છે. આજે જ્યારે દેશીઓને વિદેશગમનનું ઘેલું લાગ્યું છે ત્યારે કામ્યાએ સનાતની સંસ્કૃતિ ને વેદિક પરંપરા પર પસંદગી ઉતારી છે.
બ્રિટનના માંચેસ્ટર શહેરમાં રહેતાં માતા કુંજલબહેન અને પિતા ડો.કેયુર બુચની એક માત્ર દિકરી કામ્યા. વીકેન્ડ શોપીંગ માટે માંચેસ્ટરથી ન્યુયોર્કની વિમાની સફર એના માટે રમત! દેશદેશાવરમાં ઘૂમેલ, સુખની છોળો વચ્ચે ઉછરેલ કામ્યાએ વોરીક યુનિવર્સિટીમાંથી ઇકોનોમીક્સમાં એમ.એસ.સી. ડીસ્ટીન્કશન સાથે પાસ કર્યું. બી.એસ.સી.માં પણ પ્રતિષ્ઠિત આદમ સ્મિથ એવોર્ડી. લંડનમાં ઇનવેસ્ટમેન્ટ/ કોર્પોરેટ બેન્કીંગ અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની મોભાદાર જોબ. આ બધી સુખ-સાહ્યબીને તિલાંજલિ આપી બુચ પરિવારે ભારતમાં કાયમી વસવાટ કરવા વિદેશને બાય બાય કરી દીધું. અને દેશમાં જઇ કામ્યા સનાતની વેદિક સોસીયલ એન્ટરપ્રુનર બની ગઇ.
હાલ કાશી (બનારસ)ને કર્મભૂમિ બનાવી સંપૂર્ણ વેદિક દૈનિક જીવનને અનુસરી સાદુ જીવન જીવી રહી છે. કાશી સ્થિત સેઁકડો પેઢીઓથી વિદ્વાન સનાતની વારસદારોની જેમ પ્રેક્ટીસ કરી રહી છે. યોગ-મેડીટેશન-સાત્વિક આહાર-સનાતન ધર્મ અંગેનો પ્રચાર-પ્રસાર.. એના જીવનના ધ્યેય બની ગયા છે.
કાશીના અને કાશી બહારના કાલાતીત મંદિરોની સેવામાં અને ભારતના વેદિક પ્રેરિત ગુરૂકૂળો, ગૌશાળાઓને અથાક્ સેવા સાદર કરી રહી છે. યુવાઓ માટે કાશીમાં વર્કશોપ્સ પણ ચલાવે છે. જેમાં વૈજ્ઞાનિક અને શાસ્ત્રોક્ત તેમજ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ વેદિક પધ્ધતિના પૂજા પાઠ તેમજ જીવન-મરણની વિધિ વષયકની અર્થસભર માહિતીથી સૌને વાકેફ કરવાનો ભગીરથ પ્રયાસ એ જ એના જીવનનો મર્મ બની ગયા છે. હિમાલયની ટોચ પર ઉગતી ઔષધિ શિલાજીતનું જ્ઞાન પણ ધરાવે છે. તાજેતરમાં પ્રયાગરાજ ખાતે ભરાયેલ મહાકુંભમાં ઓરગેનીક વીગન ફુડનો સ્ટોલ કરી સૌ યાત્રાળુઓને એનો રસાસ્વાદ કરાવી સમજ આપવાની સેવા પણ કામ્યાએ આપેલ.
એના માતુશ્રી કુંજલબહેન પણ મૂળ વેદિક કલાકાર છે. એમના અદભૂત પેઇન્ટીંગ્સમાં એનું ઊંડાણ આપણી ચેતના શક્તિને ઉજાગર કરે છે. તેઓ ભારતીય હીલીંગ પધ્ધતિના જાણકાર છે. શરીરિક-માનસિક આરોગ્યને લગતી બિમારીઓને હીલ કરવામાં સંતોષ અને આનંદની અનુભૂતિ કરે છે.
બુચ પરિવાર તા. ૩ થી ૯ જુન લંડનની મુલાકાતે આવી રહ્યા છે અને તેમના વર્કશોપ્સ પણ યોજાયા છે.
• ૪ જુનના રોજ ગુજરાતી સમાજ ઇલ્ફર્ડ, IG1 2JZ ખાતે બપોરના ૧૨ થી ૧ યોગ અને સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ તેમજ હિન્દુ આઇડેન્ટીટી વિશેનું વક્તવ્ય કામ્યા આપશે. અને સમય હશે તો કુંજલ બહેન ઓરીજીનલ વેદિક આર્ટ વિષેની માહિતી આપશે. લંચ બાદ ડો. કેયુર બુચ તમારા અસલી ઘૂંટણને કઇ રીતે બચાવવા એ વિષે જણાવશે.
• ૫ જુનના રોજ હેરો વીમેન્સ ક્લબના ઉપક્રમે બપોરના ૧.૩૦ થી ૨.૩૦ કામ્યા અને કુંજલબહેનના વાર્તાલાપનો કાર્યક્રમ યોજાયો છે.
• ૬ જુનના રોજ એનફિલ્ડ સાહેલીના ઉપક્રમે સવારના ૧૦.૩૦ થી બપોરના ૧ સુધી કામ્યા અને કુંજલબહેનના વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે.
• ૭ જુનના નોર્થ લંડનના એક કાર્યક્રમમાં હાજરી અપશે.
• વધુ વિગત માટે સંપર્ક: email:[email protected]