પારિવારિક દેવું વધ્યુંઃ ઓગસ્ટમાં જ £૮.૧૭ બિલિયનનું કરજ લીધું

Wednesday 17th October 2018 02:41 EDT
 
 

લંડનઃ યુકેમાં વાર્ષિક ૧૦ ટકાના દરે પારિવારિક દેવું વધી રહ્યું છે. ઘરવખરીના સામાનના સ્ટોર્સમાં કરાતો ખર્ચ ગત દાયકામાં૧૧.૧ ટકાના ઊંચા દરે વધ્યો હતો. પરિવારોએ માત્ર ઓગસ્ટમાં જ £૮.૧૭ બિલિયનનું કરજ લીધું છે, જે ગત વર્ષના આ મહિનાની સરખામણીએ ૧૦ ટકા વધુ છે. ડેટ એડવાઈસ ફાઉન્ડેશનના પ્રવક્તાએ આ પરિસ્થિતિને ચિંતાજનક ગણાવી છે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડાઓમાં ક્રેડિટ અને સ્ટોર કાર્ડ્સ, પર્સનલ લોન્સ અને કાર ફાઈનાન્સનો સમાવેશ કરાયો છે. ઘરવખરીના સામાનના સ્ટોર્સમાં ખર્ચ ૧૧.૧ ટકાના દરે વધ્યો હતો, જે એક દાયકામાં કોઈ પણ મહિના માટે સૌથી ઊંચો દર છે. પરિવારોએ મુખ્યત્વે ફર્નિચર તેમજ ફ્રિજ, વોશિંગ મશિન્સ, ટેલિવિઝન્સ સહિત ઘરવખરીના સાધનો તેમજ ડુઈટ યોરસેલ્ફ સ્ટોર્સમાંથી ખરીદી કરી હતી.

ઓગસ્ટ મહિનામાં ક્રેડિટ કાર્ડ્સ પર વધારાના ૪.૪ બિલિયન પાઉન્ડનું ભારણ આવ્યું હતું, જે ૨૦૧૭ના ઓગસ્ટ મહિનાની સરખામણીએ નવ ટકાનો વધારો દર્શાવે છે. વાહનો પાછળ ફાઈનાન્સ ૧૪ ટકા એટલે કે ૨.૫ બિલિયન પાઉન્ડનો વધારો થયો હતો.

ડેટ એડવાઈસ ફાઉન્ડેશન અનુસાર યુટિલિટી બિલ્સ અને કાઉન્સિલ ટેક્સ એરિયર્સ જેવાં મહત્ત્વનાં દેવાં વધી રહ્યાં છે. લોકોએ વધારાનું કરજ લેતાં પહેલા તેઓ પુનઃચુકવણી કરી શકે તેમ છે કે નહિ તેની ખાતરી કરી લેવી જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter