પુત્રના મામલે ગેરમાર્ગે દોરનારા સાંસદનું રાજીનામુ

Wednesday 12th December 2018 01:30 EST
 

લંડનઃ ૫૦ વર્ષીય સાંસદ કેટ ઓસામોરે તેમનો પુત્ર ડ્ર્ગ્સ કેસમાં દોષી ઠર્યો હોવાની વાત છૂપાવી હોવાથી તેઓ સાંસદપદે રહેવા માટે લાયક ન હોવાનું પાર્લામેન્ટરી સ્ટાન્ડર્ડસ કમિટીના ભૂતપૂર્વ ચેરમેને જણાવ્યું હતું.

લેબર પાર્ટીએ આ અંગે દાવો કર્યો તે અગાઉ જ ઓસામોર તેમના પુત્ર પરના ફોજદારી આરોપો વિશે જાણતા હતા તે બહાર આવતા પહેલી ડિસેમ્બરે તેમણે શેડો ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું આપ્યું હતું.

૨૯ વર્ષીય ઈશ્માએલ ઓસામોર ગયા વર્ષે ડોરસેટમાં બેસ્ટિવલ મ્યુઝિક ફેસ્ટિવલમાં ૨,૫૦૦ પાઉન્ડની કિંમતના ડ્ગ્સ સાથે ઝડપાયો હતો. તેણે કોકેન, એક્સટસી, કેટામાઈન ડ્રગ સપ્લાય કરવાના ઈરાદા સાથે પોતાની પાસે રાખ્યું હોવાનું સપ્ટેમ્બરમાં કબૂલ્યું હતું. તેને કોઈપણ વળતર વિના ૨૦૦ કલાક કોમ્યુનિટી કામની સજા કરાઈ હતી. તે તેના મિત્રોની ડ્રગ્સની જરૂરિયાત પૂરી કરતો હોવાનું સ્વીકાર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter