પુરુષોને માસિકસ્રાવના સંજોગોમાં રજા મળતી હોતઃ બાર્નેટ

Wednesday 04th September 2019 03:16 EDT
 
 

લંડનઃ પુરુષોને માસિકસ્રાવ આવતો હોત તો તેમને ‘ટાઈમ ઓફ’ અને એચઆર પોલીસીમાં ‘મેન્સ્ટ્રુઅલ લીવ’ની બાબતે સમર્થન અપાતું હોત તેમ બ્રોડકાસ્ટર એમા બાર્નેટે જણાવ્યું હતું. ન્યૂઝનાઈટ અને રેડિયો- ૫ લાઈવ પ્રેઝન્ટર એમાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે પિરિયડ વિશે વાત કરવાનું મનાઈ જેવું હોય છે અને વાત કરતા ફરજ પરની મહિલાને વેઠવું પડે છે અને તે મૌન બની જાય છે.

૩૪ વર્ષીય બાર્નેટ એન્ડોમેટ્રિઓસિસથી પીડાય છે. પ્રજનનને યોગ્ય દસમાંથી એક મહિલાને આ રોગ થાય છે. તેમાં સામાન્ય રીતે ગર્ભાશયની અંદર ઉત્પન્ન થતાં ટીસ્યૂ શરીરના અન્ય ભાગોમાં ઉત્પન્ન થાય છે. તેને લીધે એમાને ખૂબ માસિક આવ છે અને ભારે પીડા ભોગવવી પડે છે. બાર્નેટે જણાવ્યું હતું કે કાર્યક્રમને પ્રસ્તુત કરતી વખતે તે ઘણી વખત તેના ખોળામાં ગરમ પાણીની બોટલ રાખે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter