પૂ. મહંત સ્વામી મહારાજનું ચાણસદ વિચરણ

Thursday 19th February 2026 04:31 EST
 
 

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજે વડોદરા વિચરણ દરમિયાન 13 ફેબ્રુઆરીએ પ.પૂ. પ્રમુખ સ્વામીના જન્મસ્થાન ચાણસદ ખાતે પધરામણી કરી છે. આ પ્રસંગે સ્વામીશ્રી અને પૂ. ત્યાગવલ્લભ સ્વામીના શુભ હસ્તે નવનિર્મિત દ્વારનું લોકાર્પણ કરાયું હતું. ‘શાંતિનું ધામ’ ગણાતા ચાણસદમાં આગમન બાદ સ્વામીશ્રીએ પ્રદર્શન હોલ, નારાયણ સરોવર કુંડ, પ્રદક્ષિણા પથ વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી અને વિવિધ વિકાસકાર્યો નિહાળીને રાજીપો વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સ્વામીશ્રીના આગમનને ઉમંગ-ઉલ્લાસભેર વધાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter