પૂર્વ મેયર રોય સંજીવ અરોરાને માનદ ડોક્ટરેટ પદવી એનાયત

Wednesday 01st August 2018 02:42 EDT
 
 

લંડનઃ કિંગ્સ્ટન યુનિવર્સિટી દ્વારા રોયલ બરો ઓફ કિંગ્સ્ટન -અપોન – થેમ્સના સેવાનિવૃત્ત મેયર રોય સંજીવ અરોરાને તાજેતરમાં ડોક્ટર ઓફ ધ યુનિવર્સિટીની માનદ પદવી એનાયત કરાઈ હતી. અગાઉ કિંગ્સ્ટન પોલિટેક્નિક તરીકે ઓળખાતી યુનિવર્સિટી સાથે તેઓ ૩૦ વર્ષથી સંકળાયેલા છે.

કાઉન્સિલર તરીકે પોતાના વોર્ડનું માત્ર એક વર્ષ સુધી પ્રતિનિધિત્વ કર્યા બાદ ૨૦૧૫માં તેઓ બરોના મેયર તરીકે ચૂંટાયા હતા. તેઓ કિંગ્સ્ટનના પ્રથમ ભારતીય મેયર હતા. મેયર તરીકે તેમણે ૬૦૦થી વધુ સામાજિક કાર્યક્રમમાં મેયરેસ મનિષા અરોરા સાથે હાજરી આપી હતી. કિંગ્સ્ટન હોસ્પિટલ ડિમેન્શિયા અપીલ માટે બન્નેએ ભેગા મળીને ૭૫,૦૦૦ પાઉન્ડ કરતા વધુ રકમ એકત્ર કરી હતી.

વ્યવસાયે એડવોકેટ અરોરા ડેવલપમેન્ટ કન્ટ્રોલ (પ્લાનિંગ) કમિટીના સભ્ય અને ભૂતપૂર્વ ચેરમેન તરીકે તેમજ પોતાના વોર્ડ માટે કાઉન્સિલર તરીકે કાર્યરત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter