પેન્શનરે ચેલ્સીમાં ઓછા ભાવે મકાન વેચવા મૂક્યું

Wednesday 12th December 2018 01:40 EST
 

લંડનઃ પોતાની સારસંભાળ અને ભરણપોષણની જરૂરિયાતના ખર્ચને પહોંચી વળવાના પ્રયાસરૂપે ચેલ્સીના ૯૧ વર્ષીય પેન્શનર જ્યોર્જ વેસ્ટએ તેમનું ત્રણ બેડનું મકાન બજારભાવ કરતાં લગભગ ૧ મિલિયન પાઉન્ડ ઓછી કિંમતે વેચાણમાં મૂક્યું છે. જોકે, તેના સંભવિત ખરીદદારો માટે તેમણે એક શરત પણ મૂકી છે. વેસ્ટ લંડનના ચેન ગાર્ડન્સમાં રહેતા જ્યોર્જેની શરત મુજબ તેઓ જ્યાં સુધી જીવે ત્યાં સુધી આ મકાનમાં રહેવાનો તેમનો હક્ક રહેશે.

જ્યોર્જે તેમનું ડિટેચ્ડ મકાન ૨.૭ મિલિયન પાઉન્ડના ભાવે વેચાણ માટે મૂક્યું છે. શરતને લીધે જ તેમણે બજારભાવ કરતા તેની વેચાણકિંમત લગભગ ૧ મિલિયન પાઉન્ડ ઓછી રાખી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter