લંડનઃ સાયબર ક્રાઈમનો સામનો કરવા માટેના અભિગમ વિશે ફેરવિચારણા કરવા બ્રિટનને અનુરોધ કરનારા પોલીસ વડા ડેવિડ મુનેરોએ નાઈજીરીયાના કૌભાંડીઓ પાસે ૪,૦૦૦ પાઉન્ડ ગુમાવ્યા હોવાનું જણાવ્યું હતું. ૨૦૧૬માં સરેના પોલિસ એન્ડ ક્રાઈમ કમિશનર તરીકે ચૂંટાયા પહેલા તેઓ સોફ્ટવેર કંપની ચલાવતા હતા ત્યારે ઓનલાઈન કૌભાંડીઓનો ભોગ બન્યા હતા.
કૌભાંડીઓએ તેમને ૧૨,૦૦૦ પાઉન્ડનું બોગસ ઈનવોઈસ મોકલ્યું હતું. તે સમયે તેઓ જે કોન્ટ્રાક્ટર સાથે કામ કરતા હતા તેણે આ બિલ મોકલ્યું હોય તેવું લાગતું હતું. તેઓ કૌભાંડીઓ પાસેથી માત્ર ૮,૦૦૦ પાઉન્ડ પાછા મેળવી શક્યા હતા અને બાકીની રકમ ગુમાવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ માને છે કે સાયબર ક્રાઈમ પ્રત્યે બ્રિટનનો અભિગમ ‘ખોટો’ છે અને તેનાથી સ્થાનિક પોલીસ પર વધુ પડતું દબાણ ઉભું થાય છે.


