પોસ્ટ ઓફિસ કૌભાંડઃ હોરાઈઝન IT સિસ્ટમની વિગતોમાં જાહેર કરવામાં નિષ્ફળતા નહિ ચાલે

ઈન્ક્વાયરીના બીજા તબક્કાના આરંભે ચેરમેન સર વિન વિલિયમ્સની ચેતવણી

Wednesday 19th October 2022 06:48 EDT
 
 

લંડનઃ પોસ્ટ ઓફિસ ઈન્ક્વાયરીના બીજા તબક્કાની કાર્યવાહી 11 ઓક્ટોબર મંગળવારથી શરૂ કરાઈ છે ત્યારે ઈન્ક્વાયરીના ચેરમેન સર વિન વિલિયમ્સે ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે વિગતો અને આવશ્યક દસ્તાવેજો જાહેર કરવામાં નિષ્ફળતાને તેઓ ગંભીરતાથી લેશે. આ ઈન્ક્વાયરીમાં હોરાઈઝન IT સિસ્ટમની ખરીદી, ડિઝાઈન, પાઈલોટ રોલ-આઉટ અને સુધારાવધારા-મોડિફિકેશન્સની તપાસ કરવામાં આવશે.

સર વિલિયમ્સે જણાવ્યું છે કે મહત્ત્વના અને જરૂરી દસ્તાવેજો જાહેર કરવામાં અકસ્માતે કે ઈરાદાપૂર્વક નિષ્ફળ જનારા કોઈ પણ પક્ષને દોષિત ગણાવવામાં તેઓ જરા પણ ખચકાશે નહિ. દસ્તાવેજો મેળવાય તે માટે તેમની પાસે રહેલી સત્તાનો ચોક્કસ ઉપયોગ કરશે. મંગળવારની કાર્યવાહીમાં

ઉલ્લેખનીય છે કે વર્ષ 2000થી 2014ના ગાળામાં હોરાઈઝન કોમ્પ્યુટર સિસ્ટમમાં ખામીના કારણે સર્જાયેલા હિસાબોની ગરબડોના પરિણામે 700થી વધુ સબ પોસ્ટમાસ્ટર્સ (SPMs) સામે ચોરી, ફ્રોડ અને ખોટાં હિસાબોના આક્ષેપો લગાવવા સાથે કાનૂની કાર્યવાહી કરાઈ હતી અને સજાઓ પણ કરાઈ હતી. જોકે, 2019માં હાઈ કોર્ટના ચુકાદામાં સ્પષ્ટ કરાયું હતું કે ખરો દોષ કોમ્પ્યુટર સિસ્ટમમાં હતો. આ કૌભાંડમાં 2020ના સપ્ટેમ્બરમાં ઈન્ક્વાયરી જાહેર કરાઈ હતી જેનો બીજો તબક્કો ગત મંગળવારે લંડનમાં શરૂ થયો હતો. બીજા તબક્કામાં 18 ઓક્ટોબરથી એવિડન્સીસ સાંભળવાની શરૂઆત કરાઈ છે.

જ સર વિલિયમ્સે તપાસ મુલતવી કરી હતી કારણકે પોસ્ટ ઓફિસ દ્વારા દસ્તાવેજો જાહેર કરવામાં ઘોર નિષ્ફળતાની રજૂઆત થઈ હતી. યુકેના વિવિધ સ્થળોએ દસ્તાવેજોની હાર્ડ કોપીઝ અને ફાઈલ્સના બોક્સીસની સમીક્ષા હાથ ધરાઈ હોવાની રજૂઆત પોસ્ટ ઓફિસ દ્વારા કરાઈ હતી. પોસ્ટ ઓફિસના વકીલ કેટ ગાલાફેન્ટ KCએ જણાવ્યું હતું કે પોસ્ટ ઓફિસ દ્વારા આશરે 95000 દસ્તાવેજો ઈન્ક્વાયરી સમક્ષ મૂકાયા છે. કેસ મુલતવી રાખવા અસરગ્રસ્તોના વકીલોએ માગણી કરી હોવાં છતાં સર વિલિયમ્સે ઈન્ક્વાયરી ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તપાસ મોકૂફ રાખવાથી ભારે વિલંબ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter