પોસ્ટમાસ્ટર્સ કેસીસના ઝડપી નિકાલ માટે શૈલેષ વારાની હાકલ

Tuesday 19th March 2024 06:19 EDT
 
 

લંડનઃ નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયરના સાંસદ શૈલેષ વારાએ પોસ્ટમાર્સ્ટર્સના ક્લેઈમ્સના ઝડપી અને અસરકારક નિકાલ ની ચોકસાઈ કરવા માટે પોસ્ટ ઓફિસ મિનિસ્ટર કેવિન હોલિન્રેક MPને હાકલ કરી છે. મિનિસ્ટરિયલ સ્ટેટમેન્ટના પગલે શૈલેષ વારાએ આ પીડાકારી મુદ્દાનું સમાધાન લાવવા દિવસ અને રાત કામ કરવા બદલ હોલિન્રેકને અભિનંદન પાઠવ્યા હતા.

જે પોસ્ટમાસ્ટર્સ નિશ્ચિત રકમની ઓફર સ્વીકારવા ઈચ્છતા નથી અને તેના બદલે પર્સનલ ક્લેઈમને આગળ વધારવા માગે છે તે સંદર્ભે વારાએ મિનિસ્ટર પાસેથી ખાતરીઓ માગી હતી. તેમણે કહ્યું હતું કે આ લોકોના ક્લેઈમ્સ શક્ય તેટલી ઝડપે પૂરા કરવામાં આવે તેની ચોકસાઈ કરવા તેમને વિશેષ સવલત આપવી જોઈએ. ગમે તે વ્યક્તિઓ સાથે કામ પાર પાડવું પડે નહિ તે માટે દાવેદારોને નિશ્ચિત ક્લેઈમ્સ મેનેજર્સ પૂરા પડાય તેવી માગણી પણ વારાએ ઉઠાવી હતી.

મિનિસ્ટર હોલિન્રેકે ઉત્તરમાં ખાતરી આપી હતી કે જેઓ પર્સનલ ક્લેઈમ્સ આગળ વધારવા માગતા હોય તેમને સરકાર સપોર્ટ કરશે અને તેમના ક્લેઈમ્સ બાબતે ટાઈમસ્કેલ ઘટાડવા કામ કરશે. મિ.હોલિન્રેકે જણાવ્યું હતું કે નિશ્ચિત ક્લેઈમ્સ મેનેજર્સ પૂરા પાડવાના શ્રી વારાના સૂચન વિશે તેઓ વિચારશે.

આ પત્રવિનિમયના પગલે મિ. વારાએ જણાવ્યું હતું કે અસરગ્રસ્તોને સપોર્ટ કરવાના કાર્યમાં પ્રગતિ થઈ રહી છે તેનો તેમને આનંદ છે. પોસ્ટમાસ્ટર્સ અને તેમના પરિવારોએ વર્ષો સુધી ઘણું સહન કર્યું છે. તેમને શક્ય તેટલી ઝડપે યોગ્ય વળતર મળે તે માટે તમામ પ્રયાસો કરવા જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter