પૌત્ર-પૌત્રીની કાળજી લેવાથી વૃદ્ધોની એકલતામાં 60 ટકાનો ઘટાડો થાય છે

પૌત્ર-પૌત્રી સાથેનું આલિંગન દાદા-દાદીની એકલતા દૂર કરે છે

Wednesday 30th November 2022 06:07 EST
 
 

લંડન

પૌત્ર-પૌત્રીઓ દ્વારા દાદા-દાદીને સપ્તાહમાં એકવાર અપાતું આલિંગન વૃદ્ધોની એકલતા દૂર કરે છે. એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે બાળકોની નિયમિત રીતે કાળજી લેવાથી એકલવાયાપણામાં 60 ટકાનો ઘટાડો થાય છે અને આ પ્રવૃત્તિ મગજ અને શરીરને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ બને છે. લંડનની કિંગ્સ કોલેજના વૈજ્ઞાનિકો દ્વારા આ અભ્યાસ કરાયો છે.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જે વડીલો તેમના પૌત્ર-પૌત્રીઓની કાળજીમાં સપ્તાહમાં ઓછામાં ઓછા 12 કલાક વીતાવે છે તેમની એકલતામાં 60 ટકાનો ઘટાડો થાય છે. અભ્યાસ અનુસાર વડીલો તેમના પૌત્ર-પૌત્રીઓને ભોજન કરાવવા કે સ્નાન કરાવવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા પોતાની એકલતા દૂર કરી શકે છે. તે ઉપરાંત આ પ્રકારની પ્રવૃત્તિઓના કારણે વડીલોના મગજ સક્રિય રહે છે, તેઓ તેમના પૌત્ર-પૌત્રીઓ પાસેથી નવા અનુભવો મેળવી શકે છે અને પોતે સમાજ સાથે સંકળાયેલા છે તેવી અનુભૂતિ પ્રાપ્ત થાય છે. તેમને પોતાના જીવનના અનુભવો વર્ણવવાની પણ તક મળી રહે છે.

સામાન્ય રીતે દાદીમા આ પ્રકારની પ્રવૃત્તિઓમાં પોતાનો સમય પસાર કરીને એકલતા દૂર કરી લે છે પરંતુ વૃદ્ધ પુરુષોમાં એકલવાયાપણું દૂર કરવા માટે તેમને પૌત્ર-પૌત્રીઓની કાળજીની જવાબદારી સોંપવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter