ફોરચ્યુન ૨૦૨૧ની યાદીમાં બે ભારતીય અમેરિકન અને બે ભારતીયોને સ્થાન

Tuesday 15th June 2021 14:14 EDT
 
 

ન્યૂ યોર્કઃ  ફોર્ચ્યુન મેગેઝિને તાજેતરમાં બહાર પાડેલી વિશ્વના મહાન નેતાઓની ૨૦૨૧ની યાદીમાં બે ભારતીય - અમેરિકનો અને બે ભારતીયોનો સમાવેશ થાય છે.  તેમાં ટોચની ૧૦ વ્યક્તિઓમાં સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના આદર પુનાવાલા અને બાકીના બે ભારતીય - અમેરિકનનો યાદીમાં સમાવેશ થાય છે. અન્ય વ્યક્તિઓમાં અરમાન ઓર્ગેનાઈઝેશનના ભારતીય સ્થાપક અને ચેરપર્સન ડોક્ટર અપર્ણા હેગડે ૧૫મા સ્થાને અને ભારતીય અમેરિકન સનરાઈઝ મૂવમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વર્ષિણી પ્રકાશનો ૨૮ મા નંબરે તથા બ્રાઉન યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડીન આશિષ ઝાનો ૫૦મા ક્રમે સમાવેશ કરાયો છે
કેટલાંક લોકોએ બિઝનેસ, ગવર્નમેન્ટ,ફિલાન્થ્રોપી, એથ્લેટિક્સ અને આર્ટ્સમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે અન્ય સામાન્ય નાગરિકો હતા.  
ફોરચ્યુન દ્વારા જણાવાયું કે આ ખૂબ કપરા સમયમાં દરેકે દુનિયાને સારી બનાવવા કાર્ય કર્યું અને અન્ય લોકોને પણ તેને માટે પ્રેરણા આપી.  
દુનિયાના સૌથી મોટા વેક્સિન ઉત્પાદક સિરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના હેડ પૂનાવાલાને તો જાણે વૈશ્વિક મહામારીનો અંત લાવવાનું કાર્ય સોંપાયુ હોય તેવું મનાય.  
યાદીમાં વર્ષિણી પ્રકાશને સનરાઈઝ મૂવમેન્ટના ટ્રેનિંગ ડિરેક્ટર સારા બ્લેઝવિક સાથે ૨૮મો ક્રમ મળ્યો છે. બન્નેએ ૨૦૧૭માં યુથ એક્ટિવિટીઝનું ગ્રૂપ શરૂ કર્યું હતું. હાલ તે અમેરિકામાં ક્લાઈમેટ એક્શન માટે લડત આપતા પ્રભાવશાળી ગઠબંધનો પૈકીનું એક છે. પ્રકાશની પસંદગી પાર્ટીના ક્લાઈમેટ મેસેજીસને એકત્ર કરવા માટે રચાયેલા યુનિટી ટાસ્ક ફોર્સમાં ફરજ બજાવવા કરાઈ હતી.  
યુરોગાયનેકોલોજિસ્ટ હેગડેની નોન – પ્રોફિટ સંસ્થા અરમાન, ભારત સરકાર અને ૧૭ દેશોની સંખ્યાબંધ NGO ના સહયોગમાં કાર્ય કરે છે અને દુનિયામાં સૌથી મોટા મોબાઈલ હેલ્થ પ્રોગ્રામ્સ પૈકી એકનું પ્રતિનિધિત્વ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter