ફ્યુનરલ ફર્મમાં 35 મૃતદેહ મળી આવતા ચકચાર

Tuesday 12th March 2024 07:27 EDT
 

લંડનઃ પોલીસને ઈસ્ટ યોર્કશાયરના હલ ખાતે ફ્યુનરલ ફર્મ લેગસી ઈન્ડિપેન્ડન્ટ ફ્યુનરલ ડાયરેક્ટર્સની તપાસ દરમિયાન 35 મૃતદેહ અને માનવ રાખનો જથ્થો મળી આવતા ચકચાર જામી છે. મૃતદેહોને મોર્ચ્યુઅરીમાં મોકલી અપાયા હતા જ્યાં ઓળખ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. હમ્બરસાઈડ પોલીસના જણાવ્યા મુજબ 120 પોલીસ ઓફિસર્સ અને સ્ટાફ આ કેસ પર કામ કરી રહ્યા છે. 1000થી વધુ લોકોએ હોટલાઈન પર કોલ્સ કરીને ફ્યુનરલ ડાયરેક્ટર્સ સંબંધિત પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. કાયદેસર દફનના અવરોધ અને ફ્રોડની શંકાના આધારે પોલીસે 46 વર્ષના પુરુષ અને 23 વર્ષની મહિલાની ધરપકડ કરી હતી જેમને જામીન પર મુક્ત કરાયાં હતાં. પરિવારોએ દાવો કર્યો હતો કે ઘણી સર્વિસીસ સ્થાનિક ક્રીમેટોરિયમના બદલે હેસલ રોડ ફ્યુનરલ પાર્લર ખાતે કરવામાં આવતી હતી. કોફિન્સ અને દફનવિધિ માટે હજારો પાઉન્ડ ચૂકવાયા હતા. કાસ્કેટ્સને બાળવા માટે ક્રીમેટોરિયમ લઈ જવાશે તેવું આશ્વાસન અપાતું હતું પરંતુ, આના કોઈ પુરાવા અપાતા ન હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter