ફ્લોરિડાના કાર્ડિયોલોજીસ્ટ કિરણ પટેલે મેગ્નેટા Evને ૧૫ મિલિયન ડોલર આપ્યા

Wednesday 23rd June 2021 06:44 EDT
 
 

 ન્યૂયોર્કઃ ફ્લોરિડાના ટેમ્પા સ્થિત ભારતીય અમેરિકન સીરીયલ આંત્રપ્રિન્યોર, સખાવતી અને કાર્ડિયોલોજીસ્ટ ડો. કિરણ પટેલે મુંબઈ સ્થિત ઈલેક્ટ્રીકલ વ્હીકલ ચાર્જીંગ સોલ્યુશન્સ કંપની મેગ્નેટા ઈવી સોલ્યુશન્સને ૧૫ મિલિયન ડોલરથી વધુની રકમ આપવાની ખાતરી આપી છે કારણ કે કંપનીએ ફંડિંગ માટે તેના સીરિઝ A રાઉન્ડની જાહેરાત કરી છે. ગઈ ૨૦ મેના અહેવાલ મુજબ ભવિષ્યમાં વધુ ફંડ આપવાની તૈયારી સાથે આ રોકડ રકમનું વચન આપ્યું હતું.  
પટેલે એક નિવેદનમાં જણાવ્યું,' હું અને મારી પત્ની હંમેશા ભાવિ પેઢી માટે પૃથ્વીને વધુ બહેતર બનાવવાની ધગશ રાખતી કંપનીઓ સાથે ભાગીદારી કરીને એક વીરાસત ઉભી કરવામાં માનીએ છીએ. હું ભારતમાં હતો ત્યારે લંચ વખતે મેગ્નેટાની ટીમને મળ્યો હતો અને થોડી મિનિટોની ચર્ચામાં જ મને લાગ્યું કે પરિવર્તન લાવવા માટે જેટલી ધગશ મને છે તેટલી જ ધગશ ધરાવતી ટીમ મને મળી છે.
મેક્સસન લુઈસ અને ડેરિલ ડાયસે ૨૦૧૭માં આ કંપનીની સ્થાપના કરી હતી. બન્નેને મેનેજમેન્ટ, કન્સલ્ટીંગ, ઓટોમોટિવ અને રિન્યુએબલ ઈન્ડસ્ટ્રીઝનો ત્રણ દાયકાથી વધુનો સંયુક્ત અનુભવ છે.
ચાર્જ ગ્રીડ બ્રાન્ડ હેઠળ મેગ્નેટાએ ઈવી ચાર્જીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માર્કેટમાં મહત્ત્વના ખેલાડી તરીકે પોતાને સ્થાપી છે. આ કંપની તેના હાર્ડવેર અને સોફ્ટવેર સોલ્યુશન્સ માટે જાણીતી છે. તે ઈવી વેલ્યુ ચેઈનમાં ઈન – હાઉસ ડિઝાઈન્ડ/પેટન્ટેડ ચાર્જીંગ હાર્ડવેર, ચાર્જીંગ સોફ્ટવેર, ચાર્જીંગ અને ઈન્સ્ટોલેશન સર્વિસથી લઈને ટેક્નિકલ કન્સલ્ટિંગની સંખ્યાબંધ સેવા પૂરી પાડે છે. હાલના ઈન્વેસ્ટર JITO એન્જલ નેટવર્કે પણ સિરીઝ A રાઉન્ડમાં ભાગ લીધો હતો.
મેગ્નેટાનો હેતુ તમામ ભારતીય Evsના ૩૦ ટકા સ્માર્ટ ચાર્જ સાથે ૨૦૩૦ સુધીમાં વાર્ષિક કલાક દીઠ ૩૦૦૦ GW ના ચાર્જીંગનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter