બનાવટી દર્દીથી સાવચેત રહેવા NHSની સ્ટાફને સૂચના

Wednesday 10th April 2019 03:34 EDT
 
 

લંડનઃ રહેવા અને જમવા મળીરહે તે માટે એઈડ્સ અને ઈબોલા જેવી ગંભીર બીમારી થઈ હોવાની બનાવટ કરનારા ૬૩ વર્ષીય ‘નકલી દર્દી’ ક્રિસ્ટોફર ડિયરલવ પર કોર્ટે ઈંગ્લેન્ડ અને વેલ્સના તમામ NHS બિલ્ડિંગમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

NHS દ્વારા હોસ્પિટલ સ્ટાફને તેનાથી સાવચેત રહેવા ચેતવણી અપાઈ હતી. ૭૦ ઉપનામ ધરાવતા ક્રિસ્ટોફરને યુકેનો સૌથી વધુ હેરફેર કરનાર ‘હોસ્પિટલ હોપર’ ગણાવાયો હતો. કોર્ટે હોમલેસ ક્રિસ્ટોફરને તે ખરેખર બીમાર ન હોય ત્યાં સુધી NHS બિલ્ડિંગમાં પ્રવેશવા પર પ્રતિબંધ માટેનો એન્ટિસોશિયલ બિહેવિયર ઓર્ડર જારી કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter