બસ કે ટ્રેનમાં હરતા-ફરતા ચેતતા રહો !!

Wednesday 31st July 2019 06:33 EDT
 

તાજેતરમાં એક ચોંકાવનારો બનાવ બન્યો. એક ગુજરાતી બહેન બસમાં હેરોથી મુસાફરી કરી રહ્યાં હતાં. એમની બાજુમાં બે ઇસ્ટર્ન યુરોપિયન બહેનો બેઠી હતી. શરુમાં એકદમ મૈત્રીભર્યો વ્યવહાર કરી વિશ્વાસ ઉભો કરી ધીરે રહી એ બહેનના હાથમાં એક ચિઠ્ઠી સરકાવી. એ બહેને જોવા પ્રયત્ન કર્યો પણ અક્ષર ખૂબ ઝીણા છે એટલે વાંચી શકાતું નથી એમ જણાવ્યું. તેમ છતાં એ બહેનોએ આગ્રહ કર્યે રાખ્યો. પછી એમની આંખ અને મોં ઉપર કંઇક છાંટ્યું. જેથી થોડીવાર માટે એ બહેન થોડા ગુમસુમ બની ગયા. દરમિયાન એમના પર્સમાંથી પાસ અને પચાસેક જેટલા પાઉન્ડ હતા તે કાઢી લીધાં. પણ બહેનને કાંઇ ખબર જ ના પડી. ત્યારબાદ એ બહેનોએ હીથ્રો એરપોર્ટ પર જવાના રસ્તાની પૂછપરછ કરી. અમને ગાઇડ કર ! બહેને કહ્યું કે, બસ ડ્રાઇવરને પૂછ, મને ખબર નથી. એ પોતે પણ ખાસ જાણકાર કે ભણેલા ન હતાં. થોડા ગભરાઇ ગયા. પણ હિંમત રાખી. પછી એ બહેન પોતાનું સ્ટોપ આવ્યું એટલે ઉતરી ગયા અને શોપીંગ કરવા ગયા ત્યારે ખબર પડી કે, પર્સમાં પૈસા જ નથી. એમણે ઘરે જઇ આ બીના પોતાના દીકરાને કહી, પોલીસમાં ફરિયાદ નોંધાવી. આવા તો અનેક ઠગાઇના જાતજાતના બનાવો બનતા જ રહે છે એથી સૌ કોઇએ ચેતતા રહેવાની ખૂબ જ જરૂર છે. કોઇપણ અજાણી વ્યક્તિ સાથે વાત કરવાની ટાળો. તમને એની ભાષા નથી સમજાતી એવો જ દેખાવ કરો અથવા શંકાસ્પદ લાગતી વ્યક્તિથી દૂર રહો!. અમારા એક વાચકે આ વાત અમને જણાવી અને કહ્યું કે, વાચકોના હિતમાં આપ આ પ્રકાશિત કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter