લંડનઃ વારંવાર સ્કૂલે મોડાં પહોંચતા બાળકોના પેરન્ટ્સને હવે ૬૦ પાઉન્ડનો દંડ ભરવો પડશે અને તે ભરવામાં નિષ્ફળ જશે તો તેમની સામે કાનૂની કાર્યવાહી થશે. વેસ્ટ મીડલેન્ડ્સ, હેમ્પશાયર અને એસેક્સની સ્કૂલો અને કાઉન્સિલોએ તેનો અમલ શરૂ પણ કરી દીધો છે. વધુમાં, ટર્મ ટાઈમ દરમિયાન વિદ્યાર્થી ગેરહાજર રહેશે તો પણ પેરન્ટ્સને ૬૦ પાઉન્ડનો દંડ ભરવો પડશે.
એસેક્સની એક સ્કૂલે જણાવ્યું હતું કે કોઈ વિદ્યાર્થી મોડો એટલે કે સતત સવારે ૯ પછી આવશે તો ૬૦ પાઉન્ડનો દંડ કરાશે અને ૨૧ દિવસમાં દંડ નહીં ભરાય તો તે વધારીને ૧૨૦ પાઉન્ડ કરાશે.
સરકારી વિભાગ દ્વારા જણાવાયું હતું કે શિસ્તપાલન માટેના પગલામાં બાળકો પાસે કચરો એકઠો કરાવવો તેમજ ક્લાસરૂમની સફાઈ કરાવવાનો સમાવેશ થાય છે.


