બિઝનેસ રેટ્સ લાગુ કરાય તો ૪૦,૦૦૦ ATM બંધ થવાનો ભય

Wednesday 11th July 2018 02:23 EDT
 
 

લંડનઃ લોકલ કાઉન્સિલ્સ દ્વારા લગાનારા ભારે બિઝનેસ રેટ્સને કોર્ટ દ્વારા બહાલી અપાશે તો આશરે ૪૦,૦૦૦ એટીએમ બંધ થઈ શકે છે. દેશભરમાં પબ્સ અને દુકાનોમાં ગોઠવાયેલાં ATM સ્વતંત્ર પ્રીમાઈસિસ તરીકે વર્ગીકૃત કરાયા છે, જેઓ આગવા દર ચૂકવે છે. બિઝનેસ રેટ્સને લાગુ કરાશે તો કાઉન્સિલ્સને વર્ષે વધારાની ૨૦૦ મિલિયન પાઉન્ડથી વધુ રકમ મળશે. આ ખર્ચ દુકાનદારોના માથે આવશે અને મોટા ભાગના આવી ચૂકવણી કરવાના બદલે તેમના મશીન્સને સ્વીચ ઓફ કરવાનું પસંદ કરે તેવી શક્યતા છે.

સરેરાશ જોઈએ તો રીટેઈલર્સને સામે વાર્ષિક ૫,૦૦૦ પાઉન્ડના વધારાનો બિઝનેસ રેટ્સનો બોજો આવશે અને કાઉન્સિલોને ૨૦૦ મિલિયનની વધુ આવક મળશે. સંખ્યાબંધ મશીન્સ અંતરિયાળ વિસ્તારોમાં છે, જ્યાં ગ્રાહકો પાસે રોકડ મેળવવાનો અન્ય કોઈ માર્ગ નથી. જો કોર્ટ જજીસ નવા દરને બહાલી આપશે તો વેન્ડિંગ મશીન્સ અને બાળકોની રાઈડ્સ માટે પણ વધુ રેટ્સનો માર્ગ મોકળો બની જશે.

બિઝનેસ રેટ્સ લગાવતી વેલ્યુએશન ઓફિસ એજન્સી (VOA) દ્વારા કાનૂની જંગ ખેલાઈ રહ્યો છે. કોર્ટ ઓફ અપીલ દ્વારા બંને પક્ષકારોની દલીલ સાંભળી લેવાઈ છે અને મહિનાના અંતે ચુકાદો આવવાની શક્યતા છે. સુપર માર્કેટ અ્થવા ન્યૂઝ એજન્ટના ખૂણામાં રખાયેલાં ઈન્ડોર ATM પર અલગ ચાર્જ લેવાતો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter