લંડનઃ ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી દ્વારા 27 ઓગસ્ટે લંડનના ઈન્ડિયન જીમખાના ખાતે ‘બીજેપી ઈન્ટરનેશનલ યુથ કોન્ફરન્સ 2025’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અગ્રણી નેતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
BJP ઈન્ટરનેશનલ યુથ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં રાજસ્થાન રાજ્યના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને હરિયાણાના ઈન-ચાર્જ સતીશ પુનિઆ, મહારાષ્ટ્રના વિધાયક દેવયાની ફરાન્ડે, લેબર પાર્ટીના પૂર્વ સાંસદ વિરેન્દ્ર શર્મા, ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી-યુકેના પ્રેસિડેન્ટ કુલદીપસિંહ શેખાવત, વાઈસ પ્રેસિડેન્ટ શશીકાંત પટેલ, યુથ ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપીના પ્રેસિડેન્ટ તેજસ્વ ભારદ્વાજ અને જનરલ સેક્રેટરી મયુર રાવ પાટિલનો સમાવેશ થયો હતો.


