બે મહિનાથી લાપતા ભારતીય વિદ્યાર્થીની શોધ શરૂ

Thursday 02nd January 2025 04:02 EST
 
 

લેસ્ટરઃ પોલીસે બે મહિનાથી લાપતા ભારતીય વિદ્યાર્થી મનીષને શોધવાની કામગીરી આરંભી છે. ભારતીય વિદ્યાર્થી મનીષ છેલ્લે 29 ઓક્ટોબર રવિવારે બકિંગહામશાયર ન્યુ યુનિવર્સિટી ખાતે જોવા મળ્યો હતો. થેમ્સ વેલી પોલીસે 30 ડિસેમ્બર સોમવારે તપાસ આરંભી જનતા પાસે મદદ પણ માગી હતી. પોલીસે જણાવ્યું હતું કે લાપતા વિદ્યાર્થી લેસ્ટર ઉપરાંત, સાઉથોલ અને સ્લાઉ શહેરો સાથે પણ સંપર્ક ધરાવતો હતો.

થેમ્સ વેલી પોલીસે મનીષની વય સહિતની વધુ વિગતો જારી કરી નથી. જોકે,લેસ્ટરશાયર પોલીસે જણાવ્યું હતું કે તેઓ તપાસમાં સહાય કરી રહ્યા છે. લાપતા મનીષ વિશે કોઈ પણ માહિતી ધરાવનારે 43240586480 ના રેફરન્સ નંબર સાથે 101 પર થેમ્સ વેલી પોલીસનો સંપર્ક કરવા અથવા તેની વેબસાઈટ પર માહિતી મૂકવા અનુરોધ કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter