બેટલી વેસ્ટ યોર્કશાયર દ્વારા આંતરરાષ્ટ્રીય સાહિત્ય અધિવેશન યોજાયું

Tuesday 14th September 2021 16:27 EDT
 
 

૧૦ સપ્ટેમ્બરે સાંજે PKWA હોલ ખાતે બેટલી વેસ્ટ યોર્કશાયર દ્વારા પુસ્તક વિમોચન અને આંતરરાષ્ટ્રીય સાહિત્ય અધિવેશન યોજાયું હતું. આ પ્રસંગે મુથ્ય અતિથિ તરીકે લોર્ડ ભીખુ પારેખ, અતિથિવિશેષપદે વેસ્ટ યોર્કશાયરના મેયર ટ્રેસી બ્રેબીન, બેટલી અને સ્પેનના સાંસદ કીમ લીડબીટર, લીડર ઓફ કર્કલીઝ કાઉન્સિલ શબ્બીર પંડોર અને BGHSના હેડ ટીચર ડેવિડ કોપર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહ આપણી ગુજરાતી સંસ્કૃતિ, વીરાસત, ભાષા અને ઓળખને બચાવવા માટે ૫૦ વર્ષ કરાયેલા સખત પરીશ્રમને ઉજાગર કરવા માટે ગોલ્ડન જ્યુબિલી ફંક્શનનો પણ હતો. ૧૯૭૧માં પ્રથમ મુશાયરો બેટલી ખાતે યોજાયો હતો.
કાર્યક્રમનો પ્રારંભ ડો. અદમ ટંકારવીના સ્વર્ગસ્થ પત્નીના માનમાં એક મિનિટના મૌન સાથે થયો હતો. પ્રો અદમ સાહેબની પુત્રીના પુત્ર યાહ્યા અને પુત્રી હુડા બેક્સે લાગણીસભર પ્રવચન આપ્યું હતું.
 
વેસ્ટ ઈન્ડિઝ અને આફ્રિકાના કેટલાંક ભાગોમાં જોયું તેમ કોઈપણ સમાજ તેની ભાષા ગુમાવે તો તે ચોક્કસપણે તેની ઓળખ ગુમાવે છે. આપણા ગુજરાતી હિંદુ પરિવારોના બાળકો પૈકી ઘણાંએ કદી ભારત જોયું નથી તે છતાં તેઓ ગુજરાતી લખી, બોલી અને વાંચી શકે છે. તેમના પૂર્વજોએ આફ્રિકા જવા માટે સદીઓ પહેલા ગુજરાત છોડી દીધું છે, પરંતુ તેમણે તેમના બાળકોને ભાષાનું જ્ઞાન આપીને સમાજ અને ઓળખ જાળવી રાખ્યા છે.
ઈમ્તિયાઝ પટેલ વરેડિયાવાલા પ્રોગ્રામ સ્ટેજ સેક્રેટરી હતા. ભારતના જનાબ ઈકબાલભાઈ પાદરવાલા, બાબર બામ્બુસરી અને અન્ય ઘણાં મહાનુભાવો દર્શકોમાં સામેલ હતા.
ડ્યૂસબરીના ઈકબાલ ધોરીવાલાએ સોશિયલ મીડિયા પર પુસ્તક વિમોચન લાઈવ શેર કર્યું હતું.
અલીપોર ગુલ સાહેબના કવિ, લેખક અને વિચારક એહમદ લૂણાટ તથા ગુજરાતી રાઈટર્સ ફોરમને આ કાર્યક્રમના શ્રેષ્ઠ આયોજન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter