બોલિવિયામાં ભારતીય દૂતાવાસ દ્વારા લા પાઝમાં લુઈસ લાસ્ટ્રા સ્ટેડિયમ ખાતે રંગોના તહેવાર હોળીની ઉમંગઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. મનમોહક રંગો, ધમાકેદાર ગીત-સંગીતના તાલે નૃત્યની રમઝટ અને વિવિધ રમતો સાથે થયેલી આ ઉજવણીમાં 600 થી વધુ લોકો જોડાયા હતા. આ પ્રસંગે દિલ દીવાના, દેવાદસ્ય, અંદાજ ફિટનેસ અને જોન ડાલ્ટન ગ્રૂપ દ્વારા નૃત્ય સહિતના કાર્યક્રમ રજૂ થયા હતો તો ઇસ્કોન અને શાંતિ યોગા દ્વારા સૂરિલા કીર્તન રજૂ થયા હતા. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે એમ્બેસી દ્વારા કોચાબામ્બામાં હોળીની ઉજવણી કરાઇ હતી, જેમાં 400થી વધુ બોલિવિયન નાગરિકો ઉમટી પડ્યા હતા.


