બ્રિટનમાં ગરમીએ ૪૨ વર્ષનો રેકોર્ડ તોડ્યો

Wednesday 01st August 2018 02:27 EDT
 
 

લંડનઃ ભીષણ ગરમી અને દુષ્કાળથી એશિયા, ઉત્તર અમેરિકા અને યુરોપના અનેક દેશ બેહાલ છે. સૌથી વધુ પરેશાની યુરોપ અને અમેરિકામાં થઈ હતી. બ્રિટનમાં ગરમીનો ૪૨ વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો હતો. ૧૯૭૬ બાદ ૨૭ જુલાઈને શુક્રવારે પહેલી વખત બ્રિટનમાં ગરમીનો પારો ૩૭ ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. ગરમીથી પરેશાન લોકોએ તેને ‘ફર્નેસ ફ્રાઈડે’ તરીકે ગણાવ્યો હતો. ૧૯૭૬માં ડ્રોટ સેક્રેટરીની નિમણુંક કરવી પડી હતી. ફરીથી એવી જ સ્થિતિ ઉભી થઈ હતી. ૭૬ વર્ષ બાદ પહેલી વખત બ્રિટનમાં સતત ૧૦ દિવસથી તાપમાન ૩૦ ડિગ્રીને પાર રહ્યું હતું. જુલાઈમાં ગરમીનો આ નવો રેકોર્ડ છે. ટ્રેન અને બસના એસીની કોઈ અસર જ થતી ન હતી. રસ્તાઓ પરનો ડામર પીગળતો હતો. હાઇવે પર કાર ચલાવતા, સ્વિમિંગ કરતા લોકોને સાવચેત રહેવા સલાહ અપાઈ હતી. એક તબક્કે તો રેલવે ટ્રેક્સ સંકોચાવાનું પણ જોખમ ઉભું થયું હતું.

જ્યારે અમેરિકાના કેલિફોર્નિયાનાં જંગલોમાં વધુ ગરમી અને દુષ્કાળને કારણે આગ ભભૂકીને રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter