બ્રિટનમાં પુરુષોને સપ્તાહમાં ૫૩ કલાકથી વધુ નવરાશ

Wednesday 17th January 2018 06:57 EST
 
 

લંડનઃ બ્રિટનમાં મહિલાઓની તુલનામાં પુરુષો એક સપ્તાહમાં ૫૩ કલાકથી વધુ નવરાશનો સમય ધરાવે છે. સત્તાવાર માહિતીમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૫માં પુરુષો સપ્તાહભરમાં ૪૩ કલાક જેટલો નવરાશનો સમય ધરાવતા હતા તો મહિલા ૩૭ કલાક નવરાશનો સમય ધરાવતી હતી. મહિલાઓ ઘરના પડતર કામ અને બાળસંભાળ જેવી જવાબદારી ધરાવતી હોવાથી નવરાશનો ઓછો સમય મેળવી શકતી હતી.

સત્તાવાર રીતે બહાર પડેલા આંકડામાં મહિલા અને પુરુષ નવી સદી શરૂ થવા સાથે પોતાની હોબી, મનોરંજન પ્રવૃત્તિ કે સામાજિક બાબતો પર કેટલો સમય ફાળવી શકતાં થયાં છે તેની વિગતો પણ આપવામાં આવી છે. ફાજલ કે નવરાશના સમયમાં સામાજિક મેળમેળાપ, આરામ અને ઘર બહાર ફરવા જવાની બાબતો, ખેલકૂદ, ગેમિંગ અને કમ્પ્યૂટિંગ સહિતની પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. જોકે, આવી ઇત્તર પ્રવૃત્તિમાં પેઇડ વર્ક, કોરસ, ચાઇલ્ડ કેર, અભ્યાસકીય પ્રવૃત્તિ, પ્રવાસનો સમય વગેરેનો સમાવેશ થતો નથી.

અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ૧૫ વર્ષથી ઓછી વયના બાળકો સાથે રહેતા લોકોને બાળકો વિના એકલા વસતાં લોકોની સરખામણીએ તેમને ૧૪ કલાક ઓછો ફાજલ સમય મળે છે. ઘરમાં બાળકો સાથે રહેતા પરિવારના કિસ્સામાં પણ મહિલાઓને મુકાબલે પુરુષો નવરાશનો વધુ સમય જ મેળવે છે.

પુરુષ અને સ્ત્રી માટે સપ્તાહમાં નવરાશનો સમય

પુરુષ-૬૫થી વધુ વય            ૫૩.૨ કલાક

સ્ત્રી-૬૫થી વધુ વય              ૪૭.૬ કલાક

પુરુષ-૫૫થી ૬૪ વર્ષ            ૪૪.૧ કલાક

સ્ત્રી- ૫૫થી ૬૪ વર્ષ             ૩૯.૨ કલાક

પુરુષ-૪૫થી ૫૪ વર્ષ            ૪૦.૬ કલાક

સ્ત્રી-૪૫થી ૫૪ વર્ષ              ૩૪.૩ કલાક

પુરુષ-૩૫થી ૪૪ વર્ષ           ૩૫.૭ કલાક

સ્ત્રી-૩૫થી ૪૪ વર્ષ              ૩૨.૯ કલાક

પુરુષ-૨૫થી ૩૪ વર્ષ           ૩૫.૦ કલાક

સ્ત્રી-૨૫થી ૩૪ વર્ષ             ૩૧.૫ કલાક

પુરુષ-૧૬થી ૨૪ વર્ષ           ૪૫.૫ કલાક

સ્ત્રી-૧૬થી ૨૪ વર્ષ              ૩૮.૫ કલાક


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter