બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ ત્રણ દિવસ મોડી પડી

Wednesday 21st November 2018 01:58 EST
 
 

લંડનઃ બ્રિટિશ એરવેઝના વિમાનમાં ટેક્નીકલ ખામી સર્જાતા તેને ડાયવર્ટ કરાયું હતું અને ફ્લોરિડાના ઓરલાન્ડોથી લંડનની ફ્લાઈટના ૧૦૦થી વધુ પેસેન્જરો લગભગ ત્રણ દિવસ સુધી ન્યૂયોર્કમાં અટવાઈ પડ્યા હતા. તેમાંથી કેટલાકને તો જેએફકે એરપોર્ટમાં ભોંય પર સૂવાની ફરજ પડી હતી. તે ફ્લાઈટ ૭૭ કલાક મોડી પડી હતી.

સ્વાનસી પાસે મમ્બલ્સના સેરી ટોડે જણાવ્યું હતું કે આ પ્રવાસ ખૂબ કષ્ટદાયક હતો. બ્રિટિશ એરવેઝે માફી માગી હતી અને પેસેન્જરોને તમામ સુવિધા મળે તેની તકેદારી રખાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter